‘હેલ્લો ભરત…’થી શરૂ થયેલી ત્રણ મહિનાની વાત વેપારી જીવનભર નહીં ભૂલે ! ટોટલ દોઢ કરોડ રુપીઆ…

આજના સમયમાં કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા ભારે પડી શકે છે. હાલમાં જ આવો એક બનાવ સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, બાબરામાં માર્કેટિંગ યાર્ડ સામે રહેતા એક યુવાનને અમદાવાદની યુવતીએ જમીન લે-વેચના નામે ફોન પર વાતચીત કરી બાદમાં રૂબરૂ મળવા બોલાવી અન્ય ચાર શખ્સની મદદથી કારસામાં ફસાવ્યો હતો અને દોઢ કરોડ વસૂલવા ધમકીઓ આપી હતી.

આ ઘટનામાં ચોંકાવનારી વાત એ હતી કે, 42 વર્ષીય ભરતભાઇ અમરશીભાઇ કરકર આ ઘટનાનો ભોગ બન્યા હતા. તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે, એક યુવતી અને ચાર યુવાને તેને ફસાવવા જાળ નાખી હતી. એસી, ફ્રીઝ રિપેરિંગનું કામ કરતા આ યુવકના ફોન પર ત્રણેક માસ પહેલાં અજાણી યુવતીનો ફોન આવ્યો હતો અને જમીન લે-વેચના કામ માટે રાજકોટ રોડે મામાપીરના મંદિરે બોલાવ્યો હતો. ઔપચારિક વાત કરી બંને છૂટાં પડ્યાં હતાં. ત્યારબાદ આ યુવતીનો અવારનવાર ફોન આવતો હતો અને જમીન અને ગાયોની લે-વેચની વાતો કરી તમને મળવા માગું છું તેમ કહેતી હતી

30મી તારીખે આ યુવતીનો ફરી ફોન આવ્યો હતો અને તે બાબરા આવી હોઇ મળવા આવવા કહ્યું હતું. જેથી ભરતભાઇ કરકર પોતાનું બાઇક લઇ કરિયાણા રોડે ગયા હતા. અવાવરું જગ્યાએ ઊભેલી યુવતી બાઇક પર બેસી ગઇ હતી. જ્યાંથી બંને તાઇવદરના કાચા ગાડા માર્ગે ગયાં હતાં. જોકે યુવતીની હરકતો બરાબર ન હોઇ તેણે બાઇક પાછું વાળી લીધું હતું. જોકે બાબરામાં કરિયાણા રોડે પહોંચતાં એક ઇકો કાર આડી ઊતરી હતી. તેમાં બેઠેલા ચાર શખ્સે બળજબરી કરી તેને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું.

કારમાં બેઠેલા યુવકોએ વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. જેમાં યુવતીએ આ યુવક સાથે શરીરસંબંધ બાંધ્યો હોવાની કબૂલાત આપી હતી. અને બાદમાં યુવકને પણ આવી જ કબૂલાત કરવા દબાણ કરાયું હતું. જે ન કરતા તેને મારકૂટ પણ કરવામાં

આ પણ વાંચો:83 વર્ષ જુનુ લાઇટ બીલ સોસીયલ મીડીઆ પર થયું વાયરલ ! જુઓ એક મહિના ના ખાલી આટલા પૈસા…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment