અમેરિકાના વિઝા ના મળતા 38 વર્ષની એક ડૉક્ટર યુવતી એટલી વ્યથિત થઈ ગઈ કે તેણે આત્મહત્યા કરી લીધી. ડૉ. રોહિણી નામની આ યુવતી હૈદરાબાદમાં એક અપાર્ટમેન્ટમાં રહેતી હતી અને તાજેતરમાં જ તેના અમેરિકાના વિઝા રિજેક્ટ થયા હતા. ગત ગુરુવારે જ આંધ્રપ્રદેશમાં રહેતાં તેનાં ફેમિલી મેમ્બર્સ તેના ઘરેથી ગયા હતા
અને ત્યારબાદ રોહિણીએ આ પગલું ભર્યું હોવાની આશંકા છે. રોહિણીએ રશિયામાં MBBS કર્યું હતું અને છેલ્લા આઠ વર્ષથી તે હૈદરાબાદમાં રહેતી હતી, તેના ફેમિલી મેમ્બર્સ અવારનવાર તેના ઘરે આવતા હતા પરંતુ રોહિણી આવું કંઈ કરશે તેનો તેમને જરાય અણસાર નહોતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો