5 ડિસેમ્બરે મોબ લિંચિંગમાં ઘાયલ થયેલા યુવકનું શુક્રવારે મોડી રાત્રે સારવાર દરમિયાન મૃત્યુ થયું. 40 વર્ષીય મોહમ્મદ અતહર હુસૈન મૃત્યુ પામતા પહેલા મોહમ્મદ અતહર હુસૈને 7 ડિસેમ્બરે કેમેરા પર પોતાનું નિવેદન નોંધાવ્યું હતું, તેણે કહ્યું કે 4-5 લોકોએ તેને ઘેરીને મારપીટ કરી. તેમને એક રૂમમાં લઈ ગયા
પછી પેન્ટ ઉતારીને તપાસ કરી કે તે મુસ્લિમ છે કે નહીં. તે પછી ગરમ સળિયાથી માર્યો, સ્ટીલના સળિયાથી મારીને માથું ફોડી નાખ્યું. લાકડી-દંડા, ઈંટથી માર્યો. કોઈએ આંગળીઓ તોડી, તો કોઈ છાતી પર ચઢીને ગળું દબાવવા લાગ્યો. એટલું જ નહીં, પકડથી તેના કાન કાપી નાખ્યા. મારપીટ કરીને તેને અધમૂઓ કરી દીધો.
આ દરમિયાન કોઈએ ડાયલ 112 લગાડીને જાણ કરી, ત્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ઘટનાના 6 દિવસ પછી મોહમ્મદ અતહરનું મૃત્યુ થયું. મૃતકની પત્ની શબનમ પરવીને 10 લોકોને નામજોગ અને 15 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ કર્યો છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના બિહારના નવાદામાં બની હતી.
આ પણ વાંચો:ન્યુયોર્કઆ વધુ એક ગુજરાતીનું નિધન ! પોલીસ જ મારી દીધી ગોળી, કરમ જાણી કંપી ઊઠશો….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો