અમેરિકામાં પ્રેગ્નેન્ટ યુવતી રેબેકા પાર્ક અને તેના ગર્ભમાં ઉછરી રહેલા ભ્રૂણની દર્દનાક હત્યા કર્યાનો એક કિસ્સો સામે આવ્યો છે. આ અપરાધમાં રેબેકાની બાયોલોજિકલ મા કોર્ટની બાર્થોલોમ્યૂ અને સાવકા પિતા બ્રેડલી બાર્થોલોમ્યૂ પર હત્યા, અને લાશને ઠેકાણે લગાવવા જેવા ગંભીર આરોપ લગાવ્યા છે.
રેબેકાના મોત સાથે સાથે તેના બાળકનો પણ જીવ ગયો, તે પ્રેગ્નેન્સીના લાસ્ટ ફેઝમાં હતી અને થોડા જ દિવસોમાં બાળકને જન્મ આપવાની હતી. 38 અઠવાડિયાની ગર્ભવતી રેબેકાને તેની માતાએ પોતાના ઘરે બોલાવી પછી બીજી ગાડીમાં બેસાડીને જંગલમાં લઈ ગયા. ત્યાં તેના પર ચાકૂથી હુમલો કર્યો
અને તેને જમીન પર સૂવડાવી તેના પેટમાંથી બાળક બહાર કાઢી લીધું. આ દરમ્યાન રેબેકા જીવતી હતી અને ખૂબ જ પીડામાં હતી. આ ક્રૂર ઘટના બાદ બંને રેબેકાને જંગલમાં મરવા માટે છોડીને જતા રહ્યા. તેની માતાએ બીજી પૂછપરછમાં કથિત રીતે સ્વીકાર કર્યો કે તેણે સ્કેલ્પેલથી ભ્રૂણને રેબેકાના શરીરમાંથી કાઢ્યું . તેનો ઈરાદો બાળકને બચાવી અને રેબેકાના મંગેતર રિચર્ડ લી ફાલોરને સોંપવાનો હતો.
આ પણ વાંચો:બેફામ કાર ચલાવી મહિલા ઇન્સપેક્ટરે 4 લોકોને લીધા અળફેટમાં ! જ્યારે કારણ પૂછ્યું તો ઊડી ગયા બધાના હોશ…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
