સુરત જિલ્લાના ઇચ્છાપોર તાલુકાના ભાટપોર ગામમાં શુક્રવારે સાંજે એક કરુણાંતિકા બની હતી. કોબ્રા સાપના ડંખથી માત્ર 2 વર્ષના બાળક શુભદર્શન રાઠવાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. મળતી વિગતો અનુસાર, મૂળ છોટાઉદેપુરના વતની દિનેશભાઈ રાઠવા તેમના પરિવાર સાથે ભાટપોર ગામમાં રહે છે.
શુક્રવારે સાંજે મજૂરી કરીને પરત ફર્યા બાદ માતા-પિતા જમવાનું તૈયાર કરી રહ્યા હતા. તે દરમિયાન તેમનો 2 વર્ષીય પુત્ર શુભદર્શન ઘરની બહાર મિત્રો સાથે રમી રહ્યો હતો. અચાનક ઘરની દીવાલમાં છુપાયેલો અંદાજે 6 ફૂટ લાંબો કોબ્રા સાપ બહાર નીકળ્યો અને બાળકના જમણા પગમાં ડંખ મારી દીધો હતો.
ડંખ મારતાં જ બાળક બૂમાબૂમ કરવા લાગ્યું હતું. પરિવારજનો દોડી આવ્યા અને તુરંત બાળકને નજીકના દવાખાનામાં લઈ ગયા હતા. જોકે, બાળકની તબિયત વધુ બગડતાં તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તપાસ કરતાં બાળકને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો;માતાની વાતનું ખોટું લાગતાં બાળકી ધાબે છલાંગ લગાવવા ચડી ! પછી જે બન્યું તે કોઈએ વિચાર્યું પણ નહતું…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો