અમેરિકામાં યુવકે રેડબૂલ કંપનીને કરાવ્યું કરોડોનું નુક્સાન ! ઘટના જ એવી બની કે…

રેડ બુલ એનર્જી ડ્રિંક મોટાભાગના લોકો પીવે છે અને તેનું સ્લોગન છે કે રેડ બુલ ગીવ્સ યુ વિન્ગ્સ, પણ તમને ખબર છે કે આ સ્લોગનના લીધે રેડબુલ કંપનીને 13 મિલિયનનું નુકશાન થયું હતું. રેડ બુલે 1997માં “રેડ બુલ તમને પાંખો આપે છે” આ નારા સાથે જાહેરાત અભિયાન શરૂ કર્યું હતું. આનો મુખ્ય હેતુ એ દર્શાવવાનો હતો

કે આ પીવાથી તમારામાં ઊર્જાનો વધારો થાય છે. વર્ષ 2013માં અમેરિકન નાગરિક બેન્જામિન કેરથર્સે રેડ બુલ GmbH કંપની સામે ખોટી જાહેરાતનો આરોપ લગાવીને દાવો કર્યો હતો કારણ કે કંપનીનું “રેડ બુલ” એનર્જી ડ્રિંક તેને વાસ્તવમાં પાંખો આપતું નથી. તેણે કંપનીના “કેમ રેડ બુલ મને પાંખો આપે છે

આ નારા પર સવાલ ઉઠાવ્યા હતા. બેન્જામિન લગભગ દસ વર્ષથી રેડ બુલનું સેવન કરતો હતો, પરંતુ તેને ન તો પાંખો મળી હતી અને ન તો તેની કાર્યક્ષમતામાં કોઈ સુધારો જોવા મળ્યો હતો. આ દાવાના નિરાકરણ માટે કંપનીએ છેલ્લા 10 વર્ષમાં ઓછામાં ઓછી એક વખત રેડ બુલ ખરીદનાર તમામ ગ્રાહકોને $10 ચૂકવવા અથવા $15 મૂલ્યના રેડ બુલ ઉત્પાદનોનું વાઉચર આપવા સંમતિ દર્શાવી હતી. આનાથી કંપનીને કુલ $13 મિલિયનનો ખર્ચ થશે.

આ પણ વાંચો:બાળકોને મૌતને ઘાટ ઉતારી માતાએ જ પ્રેગ્નેટ કરી નઆખી દીકરી ! કારણ જાણી રૂવાટા કંપી ઉઠશે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version