દિવાળી ટાણે ગુજરાતના હવામાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ દેખાઈ રહી નથી, હવામાન વિભાગે ચાલુ અઠવાડિયા માટે જે આગાહી કરી છે તેમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે, બીજી તરફ ગુજરાત માટે હવામાનને લઈને કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
ગુજરાતના હવામાનમાં હાલ કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી, ચોમાસાની વિદાય બાદ હવે ઠંડી કેવી રહેશે તે અંગેની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. જોકે, હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ચાલુ અઠવાડિયામાં તાપમાનમાં કોઈ મોટા વધારા કે ઘટાડાના સંકેત આપવામાં આવ્યા નથી, જોકે, પાછલા અઠવાડિયે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં થયેલી હિમવર્ષાની અસરથી રાજ્યમાં રાતના તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હતો,
જોકે, આ પછી સ્થિતિ ફરી સામાન્ય બની ગઈ છે. આ તરફ અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીનો માહોલ કેવો રહી શકે છે તે અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે તારીખો આપીને નવેમ્બરના અંતમાં તથા ડિસેમ્બરની શરુઆતમાં ઠંડી જોર પકડી શકે છે.
જોકે, ઓક્ટોબર મહિના દરમિયાન એટલે કે દિવાળીના સમયમાં તાપમાનમાં હાલ કોઈ મોટા ફેરફારો થવાની સંભાવનાઓ કે શક્યતાઓ જોવાઈ રહી નથી. ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમે અરબી સમુદ્રમાં જઈને ચક્રવાતનું સ્વરૂપ ધારણ કર્યું હતું, જોકે, તે વિખેરાઈ ગયા બાદ વરસાદની કોઈ શક્યતાઓ નથી.
આ પણ વાંચો:અમેરિકામાં ગુજરાતમાં વપરાતો આ થેલો બન્યો લકજુરીયસ, એટલી કિમતમાં વેચાય છે કે જાણીને નહીં થાય યકીન…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
