સુરતમાં શુટ અને ચશ્મા પહેરીને આવ્યા નકલી ઑફિસર ! રેડ પાડી તો બધા ડરી ગયા પછી બન્યું એવું કે…

સુરતમાં ‘સ્પેશિયલ 26’ ફિલ્મ જેવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુટબૂટ અને ચશ્મા પહેરી ‘નકલી IT ઓફિસર’ બની તોડ કરવા નીકળેલો માણસ ઝડપાઈ ગયો છે.જસ્થાનના વિજય ચૌહાણ નામના શખ્સે વેપારીઓને છેતરવા માટે કાવતરું કર્યું હતું. આંખ પર બ્રાન્ડેડ એવિએટર ગોગલ્સ, ગળામાં વ્યવસ્થિત ટાઈ, ઇસ્ત્રી ટાઈટ કોર્ટ અને હાથમાં ઇન્કમટેક્ષની ફાઈલો પકડીને રેડ પાડતો હતો.

દુકાનમાં ઘૂસીને આ નકલી IT અધિકારીએ ફાઈલો પછાડી અને 4 લાખની માગણી કરી. પરંતુ, તેની ઓવર-એક્ટિંગ તેને ભારે પડી. વેપારીને તેની વાતચીતમાં ડખા લાગતા વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી. પકડાયા બાદ પૂછપરછમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે તે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ માટે ‘ઇન્ફોર્મર’ તરીકે કામ કરે છે, પોલીસે કહ્યું, આરોપીએ માર્કેટના વેપારીને ટેક્સની ગેરરીતિમાં ફસાવી દેવાની ધમકી આપી 30 લાખની માંગણી કરી હતી,

જે અંતે 4 લાખમાં પતાવટ કરવાનું નક્કી થયું હતું. સાથે જપોલીસે જનતાને અપીલ કરી છે કે જો કોઈ અધિકારી બનીને આવે તો પહેલા તેનું ID કાર્ડ ચેક કરો અને શંકા જાય તો તાત્કાલિક પોલીસ, ACP અથવા DCP ને જાણ કરો.

આ પણ વાંચો:શું તમે પણ એમેઝોનમાંથી ખરીદી કરો છો ! હાલમાં એવો કિસ્સો સામે આવ્યો કે જોઈને કાળજું કંપી ઉઠશે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment