લગ્ન જીવનનો ધ્રુજાવી નાખતો બનાવ ! પતિને હનીમૂન પર લઈ જઈને પ્રેમી સાથે મળીને પત્નીએ કર્યું એવું કે…

‘રિલેશનશિપ’ અને ‘લગ્ન’ વચ્ચેની એક અત્યંત કરુણ અને ખૌફનાક ઘટના સામે આવી છે. 23 વર્ષીય અંજુ ઉર્ફે અંજલિએ તેના 27 વર્ષીય પતિ આશિષ કુમારની તેના પ્રેમી સંજય સાથે મળીને હત્યા કરી નાખી છે.અંજલિ અને સંજય છેલ્લા 6-7 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. અંજલિના પરિવારને આ વાતની જાણ હોવા છતાં, 30 ઓક્ટોબર 2025 ના રોજ તેના લગ્ન આશિષ સાથે કરાવી દેવામાં આવ્યા હતા. અંજલિ આ લગ્નથી ખુશ નહોતી. તેણે અભ્યાસના બહાને શ્રીગંગાનગર (જ્યાં પ્રેમી રહેતો હતો) જવાની વિનંતી કરી, પણ પતિએ ના પાડતા તેણે પતિને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો.

30 જાન્યુઆરીની રાત્રે અંજલિ પતિ આશિષને જમ્યા બાદ ફરવા લઈ ગઈ. અગાઉથી નક્કી કર્યા મુજબ પ્રેમી સંજય તેના બે સાથીઓ રોહિત અને સિદ્ધાર્થ સાથે ઝાડીઓમાં છુપાયેલો હતો. અંજલિના ઈશારે તેમણે આશિષ પર લાકડીઓ વડે હુમલો કર્યો. હુમલા બાદ પણ આશિષનો જીવ ન જતા, મફલર વડે તેનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી.

હત્યા બાદ અંજલિએ લૂંટનું નાટક કરવા પોતાના કાનના ઝુમકા અને પતિનો ફોન પ્રેમીને આપી દીધા અને પોતે બેભાન હોવાનો ઢોંગ કરી રસ્તા પર પડી રહી. પોલીસને શંકા ત્યારે ગઈ જ્યારે: પતિના શરીર પર ગંભીર ઈજાઓ હતી પણ પત્નીના શરીર પર એક પણ ઉજરડો નહોતો. લૂંટની વાતમાં અંજલિ વારંવાર નિવેદનો બદલી રહી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અકસ્માત નહીં પણ ગળું દબાવવાના નિશાન મળી આવ્યા.

પોલીસે ટેકનિકલ પુરાવા અને ફોન રેકોર્ડ્સના આધારે તપાસ કરી તો જાણવા મળ્યું કે અંજલિ સતત તેના પ્રેમી સંજયના સંપર્કમાં હતી. પોલીસે પત્ની અંજલિ, પ્રેમી સંજય અને તેના બે સાથીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.આ ઘટના શ્રીગંગાનગર, રાજસ્થાન માં બની છે.

આ પણ વાંચો:સુરતના મશહૂર બિલ્ડરે કરી આત્મહત્યા ! રહસ્યમય કારણ આવ્યું સામે….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment