એક પત્નીની ભયાનક ક્રૂરતા સામે આવી છે, જ્યાં પરસ્પર ઝઘડા દરમિયાન ઈશા નામની મહિલાએ તેના પતિ વિપિનની જીભ દાંતથી કાપીને અલગ કરી દીધી. ડૉક્ટરો વિપિનની જીભ જોડવામાં નિષ્ફળ રહ્યા છે, જેના કારણે 26 વર્ષીય વિપિન હવે ક્યારેય બોલી શકશે નહીં. વિપિનના પરિવારે પુરાવા તરીકે તેની જીભના ટુકડાને ફ્રીજમાં સાચવી રાખ્યો છે. વિપિન વેલ્ડિંગની ફેક્ટરીમાં સામાન્ય મજૂરી કરીને ઘર ચલાવતો હતો, જ્યારે તેની પત્ની ઈશા દારૂ, સિગારેટ અને મોંઘી કોફી જેવા વ્યસનો અને હાઈ-ફાઈ લાઈફસ્ટાઈલની શોખીન હતી.
વિપિનના મિત્રો અને પરિવારના આક્ષેપ મુજબ, ઈશા લગ્નના પહેલા દિવસથી જ વિપિનનું અપમાન કરતી હતી અને તેને શારીરિક સંબંધોથી દૂર રાખતી હતી. વિપિનના કબાટમાંથી ગર્ભપાતની ગોળીઓ અને સિગારેટના ટુકડા પણ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે ઈશા ક્યારેય માતા બનવા માંગતી નહોતી અને વિપિન સાથેના સંબંધોનો અંત લાવવા માંગતી હતી. વિપિનના ઘરનું દૃશ્ય હૃદયદ્રાવક છે. વિપિન તેના પલંગ પર પીડાથી કણસતો રહ્યો છે. પરિવારે તેની કપાયેલી જીભના ટુકડાને કપડામાં લપેટીને ફ્રીજમાં રાખ્યો છે.
વિપિન વેલ્ડિંગ ફેક્ટરીમાં 17000-18000 રૂપિયાની મજૂરી કરતો હતો, જ્યારે ઈશા દારૂ, સિગારેટ અને મોંઘા રેસ્ટોરાંમાં પાર્ટીઓની શોખીન હતી. તે પોતાના બોયફ્રેન્ડ સાથે ફરવા માટે વિપિન પાસે પૈસા માંગતી હતીડૉક્ટરોએ સ્પષ્ટ કરી દીધું છે કે વિપિનની જીભની રક્તવાહિનીઓ સંપૂર્ણપણે કપાઇ ચૂકી છે. ટાંકા લગાવીને તો ઘા ભરી દેવામાં આવશે, પરંતુ પ્લાસ્ટિક સર્જરી છતા, વિપિન પહેલાની જેમ ફરી ક્યારેય બોલી નહીં શકે. હાલ તો ઇશાની ધરપકડ કરવામાં આવી છે, અને આ ઘટના ઉત્તર પ્રદેશના મોદીનગરમાં બની હતી.
આ પણ વાંચો:સુરત નજીક નુ આ ગામ ઓળખાય છે ગુજરાત ના પેરિસ તરીકે ! સુવીધા જાણી શહેર ભુલી જશો…જાણો ક્યા આવેલું છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો