સોશિયલ મીડિયા પર અવારનવાર વિચિત્ર કિસ્સાઓ જોવા મળતા હોય છે, પરંતુ લખનૌની એક મહિલાએ જે કર્યું તે જોઈને તમે પણ માથું ખંજવાળવા લાગશો. ઓનલાઇન ડિલિવરી એપ ‘પોર્ટર’નો ઉપયોગ સામાન્ય રીતે સામાન હેરફેર કરવા માટે થાય છે, પરંતુ આ મહિલાએ તેનો ઉપયોગ ‘ડસ્ટબિન’ તરીકે કર્યો છે. વાયરલ વીડિયો મુજબ, એક મહિલાએ પોર્ટર રાઈડરને તેડાવ્યો અને તેને એક સીલબંધ કાર્ડબોર્ડ બોક્સ આપ્યું.
રાઈડરે જ્યારે પૂછ્યું કે પેમેન્ટનું શું? ત્યારે મહિલાએ કહ્યું કે ઓનલાઇન પેમેન્ટ થઈ ગયું છે. રાઈડર જ્યારે આપેલા લોકેશન પર પહોંચ્યો, ત્યારે ત્યાં કોઈ રિસીવ કરનાર વ્યક્તિ નહોતું, માત્ર કચરાના ઢગલા હતા. રાઈડરે જ્યારે મહિલાને ફોન કરીને પૂછ્યું કે ‘મેમ, અહીં કોઈ છે નહીં, આ પાર્સલ કોને આપવાનું છે?’ ત્યારે મહિલાએ બેજિજક જવાબ આપ્યો કે, “ભૈયા, કોઈને આપવાનું નથી, તેને ત્યાં જ ફેંક દો.” હેરાન થઈને જ્યારે ડ્રાઈવરે બોક્સ ખોલ્યું તો અંદરથી વટાણાના ફોતરાં અને ઘરનો કચરો નીકળ્યો.
આ સાંભળીને ડિલિવરી બોય જોરથી હસવા લાગ્યો અને કટાક્ષમાં કહ્યું કે, “તો હવે આપણે અહીં સુધી પહોંચી ગયા છીએ, હવે આપણે બીજાનો કચરો પણ ડિલિવર કરીએ છીએ!” આ વીડિયો વાયરલ થતા જ યુઝર્સે મહિલાની જોરદાર ટીકા કરી છે. કેટલાક લોકો તેને ‘શુદ્ધ ભારતીય જુગાડ’ ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને ગરીબ મજૂર પ્રત્યેનો અનાદર ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ટેકનોલોજીનો હેતુ જીવન સરળ બનાવવાનો છે, પરંતુ માનવીય ગરિમા અને નાગરિક જવાબદારી ભૂલીને આવી ‘નવાબી’ બતાવવી એ માનસિક કચરો દર્શાવે છે. આ ઘટના લખનૌની છે
આ પણ વાંચો:સોના અને ચાંદીને લઈને મુકેશ અંબાણીએ કહી મોટી વાત ! જાણીને નવાઈ લાગશે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો