સુરતના મોટા વરાછા વિસ્તારના જાણીતા બિલ્ડર તુષારભાઈ ઘેલાણીએ જતી વખતે પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અકાળે અવસાન બાદ તુષારભાઈને ડોક્ટરોએ ‘બ્રેઈન ડેડ’ જાહેર કર્યા હતા, જેવી જાણ થતા જ શોકગ્રસ્ત ઘેલાણી પરિવારે અત્યંત હિંમત દાખવી તેમના અંગદાનનો ઉમદા નિર્ણય લીધો હતો.
ડોનેટ લાઈફ સંસ્થાના સહયોગથી કરવામાં આવેલા આ અંગદાનમાં તેમની કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે, જે અનેક જરૂરિયાતમંદ દર્દીઓના અંધકારમય જીવનમાં ઉજાસ પાથરી તેમને નવજીવન આપશે. પોતાના સ્વજનને ગુમાવવાના અસહ્ય દુઃખની ઘડીમાં પણ અન્યને સુખ આપવાના આ સંસ્કાર સુરતના ગૌરવમાં વધારો કરે છે.
આ પણ વાંચો :પુત્ર કેનેડામાં અને માતાએ સુરતમાં કર્યો આપઘાત ! સાસરિયાંવાળા કરતાં હતા એવું કે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો