અમદાવાદમાં અવારનવાર હિટ એન્ડ રનની ઘટના બનતી હોય છે અને ફરી એકવાર આવી જ ઘટના બનીછે. બલોલનગર બ્રિજ પર 30 જાન્યુઆરીએ પતિ-પત્ની એક્ટિવા પર જઈ રહ્યાં હતાં ત્યારે પાછળથી પૂરઝડપે એક કારચાલકે એક્ટિવાને ટક્કર મારતાં એક્ટિવા ચાલક યુવક બ્રિજ પરથી નીચે પડ્યો હતો, જેમાં કિશન વછેટા નામના એક્ટિવા ચાલકનું મોત થયું છે
જ્યારે તેમનાં પત્ની કોમલને ઇજા પહોંચી છે. બ્રિજ પર લાગેલા CCTV પણ બંધ છે. ન્યૂ રાણીપ થઈ ચાંદખેડા તરફ જઇ રહ્યા હતા તે સમયે આઘટના બની. બ્રિજ પરથી નીચે પટકાવાને કારણે કિશનને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો
જોકે સારવાર દરમિયાન કિશનનું મોત થયું અને પત્ની કોમલને કમરના નીચેના ભાગે ઇજા પહોંચી હતી. આ બનાવની ટ્રાફિક-પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:એન્જિનિયરનો આ નમૂનો છે મૌતનું મોઢું ! ડીજાઈન જોઈને ચોંકી જશો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો