સુરત શહેરમાં અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ અને છેડતીના બનાવો સામેં આવે છે, ત્યારે હાલમાં જ એક બનાવ સામે આવ્યો છે, આ ઘટનાં અંગે જાણવા મળ્યું છે કે, એન્જીનિયર યુવકે એકલતાનો લાભ લઈને લિફ્ટમાં 15 વર્ષની સગીરા સામે પેન્ટ ઉતારીને અશ્લીલ હરકતો કરી હતી. આ ઘટના અંગે જાણ થતાં યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.
સુરતના અડાજણ વિસ્તારમાં 15 વર્ષીય એક કિશોરી સાથે 27 વર્ષીય સાગર પટેલ નામના વિકૃત યુવકે લિફ્ટમાં અશ્લીલ હરકતો કરી હતી.આ બનાવ અંગે જાણીએ તો કિશોરી લિફ્ટમાં ઘરે જઈ રહી હતી ત્યારે વિકૃત યુવક પણ અંદર ઘૂસી ગયો હતો. લિફ્ટમાં કિશોરી અને યુવક જ હતાં. દરમિયાન કિશોરીની એકલતાનો લાભ લઈ યુવકે તેની સામે પોતાનું પેન્ટ ઉતારીને ગંભીર અશ્લીલ હરકત કરવાનું શરૂ કર્યું હતું.
જેથી કિશોરી ગભરાઈ ગઈ હતી અને રડવા લાગી હતી. બાદમાં કિશોરીએ રડતાં રડતાં સમગ્ર હકીકત ઘરે જઈ તેનાં માતા-પિતાને કહી હતી. આ બનાવ અંગે જાણવા લિફ્ટમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા જેથી સમગ્ર ઘટના સામે આવતા માતા પિતા પણ ચોંકી ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં માતા-પિતાએ તાત્કાલિક અડાજણ પોલીસનો સંપર્ક કર્યો હતો. તપાસ દ્વારા જાણવા મળ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો