ધોળા દિવસે થઈ જવેલર્સની દુકાનમાંથી ચોરી ! વિડિયો જોઈ ચોંકી જશો…

કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક હિંસક લૂંટની ઘટના સામે આવી છે. સાન જોસ વિસ્તારમાં આવેલા ‘કિમ હંગ જ્વેલરી’ સ્ટોરમાં માસ્ક પહેરેલા લૂંટારૂઓની એક ટોળીએ ધોળા દિવસે આતંક મચાવ્યો હતો. સર્વેલન્સ વિડિયોમાં જોઈ શકાય છે કે લૂંટારૂઓ એક ટ્રક જેવું વાહન લઈને આવ્યા હતા અને તેને રિવર્સમાં સ્ટોરના મુખ્ય દરવાજા સાથે જોરદાર અથડાવી દરવાજો તોડી નાખ્યો હતો. દરવાજો તૂટતાની સાથે જ લૂંટારૂઓ અંદર ઘૂસી ગયા હતા

અને ડિસ્પ્લે કેસ તોડીને દાગીનાની લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન સ્ટોરના 88 વર્ષીય વૃદ્ધ માલિકે લૂંટારૂઓનો સામનો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિર્દય લૂંટારૂઓએ તેમને જોરદાર ધક્કો મારી જમીન પર પછાડી દીધા હતા. જમીન પર પડવાને કારણે અને કાચના ટુકડા વાગવાને કારણે વૃદ્ધ માલિક લોહીલુહાણ થયા હતા. આ આઘાત અને ઈજાને લીધે તેમને બાદમાં ગંભીર સ્ટ્રોક આવ્યો હતો, જેના કારણે હાલ તેમનું જીવન જોખમમાં હોવાનું

અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના Sep 08, 2025 માં થઇ છે સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ એક સશસ્ત્ર લૂંટ હતી કારણ કે લૂંટારૂઓ પાસે હથિયારો પણ હતા. લૂંટારૂઓ સ્ટોરમાંથી જ્વેલરી અને ઓનરની ગન લઈને ગેટવે વ્હિકલ્સમાં ફરાર થઈ ગયા હતા.

જોકે, અન્ય એક અહેવાલ મુજબ પોલીસે કેટલાક શકમંદોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી લૂંટાયેલી જ્વેલરીની ટ્રે પણ રિકવર કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે ફાળ પડી છે અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટના અમેરિકાના કેલિફોર્નિયામાં બની છે.

આ પણ વાંચો:સુરત ની પરણીતાને ઓનલાઈન ફ્રેન્ડશીપ કરવી ભારે પડી ! મિત્રએ અને તેના ભાઈ બન્ને એ વારા ફરતી…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment