લગ્નના બહાને પૈસા અને સોનું લઈને રફુચક્કર થઈ જતી હતી યુવતી ! જાણો આખી ઘટના…

લગ્નના પવિત્ર બંધનને હથિયાર બનાવી લૂંટ ચલાવતી એક ટોળકીની મુખ્ય આરોપી માનવી ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ લૂંટેરી દુલ્હન સામે 4 વર્ષ પહેલા ગુનો નોંધાયો હતો, ત્યારથી તે પોલીસથી બચવા માટે સતત સ્થળ બદલી રહી હતી. જોકે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે સચોટ બાતમીના આધારે લાલ દરવાજા વિસ્તારમાંથી તેને દબોચી લીધી છે.

એક કેસમાં વર્ષ 2022માં માધુપુરા પોલીસ સ્ટેશનમાં ચિરાગભાઈ નામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આરોપી માનવીએ ચિરાગભાઈ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન માટે આરોપીઓએ 1.50 લાખ રોકડા અને અંદાજે 30,000ના દાગીના લીધા હતા. જોકે લગ્નના માત્ર ચાર દિવસમાં જ માનવી

દાગીના અને રોકડ રકમ લઈને અચાનક ગાયબ થઈ ગઈ હતી. અગાઉ આ કેસમાં માનવીના પિતા સૂરજમલ મીણા, માતા રાજારાણી તથા એક સાથીદાર યોગેશ પરમારની ધરપકડ થઇ છે.

આ પણ વાંચો;70 વર્ષના દાદાએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! પહેલા જ વિડીયોમાં મળ્યા 22 લાખ વ્યૂ…જુઓ વિડીયો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment