લંડનમાં બાળક માથે તિલક કરીને ગયો તો તેની સાથે કર્યું એવું કે જાણીને હૈયું કંપી જશે….

લંડનથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સમગ્ર હિન્દુ સમુદાયમાં રોષ પેદા કર્યો છે. લંડનની વીક’સ ગ્રીન પ્રાઈમરી સ્કૂલમાં અભ્યાસ કરતો 8 વર્ષનો એક હિન્દુ બાળકને સ્કૂલના સ્ટાફ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તેનો ‘તિલક-ચાંદલો’ સ્કૂલના યુનિફોર્મ કોડનું ઉલ્લંઘન કરે છે. શાળાએ આ ધાર્મિક પ્રતીકને “skin marks” એટલે કે ચામડી પરના નિશાન તરીકે ગણાવ્યું હતું, જે તેના નિયમોની વિરૂદ્ધમાં છે.

બાળકના પેરેન્ટ્સનો આરોપ છે કે તેમના પુત્ર સાથે તેની ધાર્મિક આસ્થાને કારણે ભેદભાવ કરવામાં આવ્યો છે. સાથેજ રિસેસ દરમિયાન પણ બાળક પર સતત નજર રાખવામાં આવતી હતી. બ્રિટિશ હિન્દુઓના હિત માટે કામ કરતી સંસ્થા INSIGHT UK એ સ્કૂલને કહ્યું કે તેનું પગલું ‘ઇક્વાલિટી એક્ટ’નો ભંગ કરે છે.હિન્દુ ધર્મના અમુક સંપ્રદાયોમાં તિલક-ચાંદલો એ ધર્મનું અભિન્ન અંગ છે અને તેને માત્ર “skin mark” કહેવું તે ખૂબ જ અપમાનજનક છે.

જ્યારે સ્કુલે કહ્યું હતું કે તેઓ આવા કોઈ ભેદભાવમાં નથી માનતા તેમજ સ્કૂલમાં 50થી વધુ ભાષાઓ બોલતા અને મોટી સંખ્યામાં હિન્દુ વિદ્યાર્થીઓ ભણે છે જેમની સાથે ક્યારેય કોઈ ભેદભાવ કરવામાં નથી આવ્યો.તેમણે બાળકના પેરેન્ટ્સને એવો ઓપ્શન પણ આપ્યો હતો કે તેને તિલક-ચાંદલો શરીરના એવા ભાગ પર લગાવાય કે જ્યાં તે જાહેરમાં ના દેખાય, જોકે પેરેન્ટ્સે આ વાત માનવાનો ઈનકાર કરી દીધો હતો અને આખરે ગયા સપ્તાહે તેમણે પોતાના દીકરાનું એડમિશન કેન્સલ કરાવી તેને આ સ્કૂલમાંથી ઉઠાવી લીધો હતો.

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશમાં થયો આજ સુધીનો મોટો ખુલાસો ! પહેલાથી પ્લેનમાં હતી એવી ખામી કે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment