રસ્તા પર ભીખ માગતો વ્યક્તિ નીકળ્યો ગાડીઓનો માલિક ! લોકોને આપે છે વ્યાજવા પૈસા અને…

એક માણસ જે સામાન્ય ભિખારીની જેમ રસ્તા પર ભીખ માંગી રહ્યો હતો, તેની પૂછપરછ અને તપાસ કરતા જાણવા મળ્યું કે તે વાસ્તવમાં લાખોની મિલકતનો માલિક છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ‘ધનકુબેર’ ભિખારી પાસે પોતાનું પાકું મકાન અને ટુ-વ્હીલર વાહન પણ છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે

કે તે ભીખ માંગીને એકઠા કરેલા પૈસા અન્ય લોકોને વ્યાજે આપીને કમાણી કરતો હતો. તેની પાસે મોટી માત્રામાં રોકડ રકમ પણ મળી આવી છે. ઈન્દોર કલેક્ટર અને અન્ય સત્તાવાળાઓ આ વિગતો જાણીને સ્તબ્ધ થઈ ગયા છે. આ શખ્સની આર્થિક કુંડળી ખંખેરવા માટે હવે ફાઈલ તૈયાર કરવામાં આવી રહી છે

અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ થતા લોકો રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ તો અસલી ‘કરોડપતિ ભિખારી’ છે. આ ઘટના મધ્યપ્રદેશના ઈન્દોર શહેરની છે

આ પણ વાંચો:અક્ષય કુમારની કાર સાથે મોટો અકસ્માત ! જાણો આખી ઘટના…..

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment