જૂનાગઢમાં આવેલી બોલિવૂડની દિવંગત અભિનેત્રી પરવીન બાબીની200 વર્ષ જૂની ઐતિહાસિક હવેલી, જે ‘પરવીન બાબીના ડેલા’ તરીકે જાણીતી હતી, તે રહસ્યમય સંજોગોમાં તોડી પાડવામાં આવી છે. 54 રૂમ ધરાવતી આ ભવ્ય હેરિટેજ ઈમારત પર હાલમાં માલિકી હક માટે કાયદાકીય વિવાદ ચાલી રહ્યો છે
તેમ છતાં તેનું અચાનક ડિમોલિશન થતા અનેક સવાલો ઉભા થયા છે. આશ્ચર્યની વાત એ છે કે, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) એ આ તોડફોડમાં પોતાની કોઈ ભૂમિકા હોવાનો ઈનકાર કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે
કે આ હવેલી સરકારના કબજા હેઠળ ન હતી. ઐતિહાસિક વિરાસતને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવાની માંગ ઉઠી છે.
આ પણ વાંચો :સાસુ અને પત્ની મને જીવવા નથી દેતા ! આવું કહીને યુવકે ટૂંકાવ્યું જીવન, જાણો ઘટના…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો