સુરતમાં મામલતદારે ટૂંકાવ્યું જીવન ! કારણ જાણી ધ્રુજી ઊઠશો….

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના બની છે. ઓલપાડ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે કાર્યરત 36 વર્ષીય હિનીષા પટેલે પોતાના જ નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા મહેસૂલ વિભાગમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. આ ઘટના ત્યારે બની જ્યારે હિનીષાબેન અને તેમના પતિ કેતન પટેલ (જેઓ પણ નાયબ મામલતદાર છે) બંને ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યા હતા

રોજિંદા ક્રમ મુજબ, પતિ કેતન પટેલ ઓફિસ જવા માટે નીચે પાર્કિંગમાં કાર લઈને પત્નીની રાહ જોઈ રહ્યા હતા. જોકે, ઘણો સમય વીતવા છતાં હિનીષાબેન નીચે ન આવતા કેતનભાઈ ચિંતિત થઈ ઉપર ઘરે પહોંચ્યા હતા. બેડરૂમમાં તપાસ કરતા તેમણે પત્નીને લટકતી હાલતમાં જોઈ હતી. તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.હિનીષાબેન અને કેતનભાઈ બંને વર્ષ 2023 માં જ રેવન્યુ તલાટીમાંથી બઢતી મેળવીને નાયબ મામલતદાર બન્યા હતા.

આત્મહત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા હિનીષાબેન વિરુદ્ધ જમીન સંબંધિત એક નનામી અરજી કરવામાં આવી હતી. જોકે, ગાંધીનગર સ્તરેથી થયેલી તપાસમાં તેમને ‘ક્લીનચિટ’ મળી હતી અને તેઓ નિર્દોષ સાબિત થયા હતા. શું આ જૂની ઘટનાનું કોઈ માનસિક દબાણ હતું કે અન્ય કોઈ અંગત કારણ, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ આર. ચૌધરીએ જણાવ્યું કે

ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસે મૃતકનો મોબાઈલ ફોન કબજે કર્યો છે અને તેની કોલ ડિટેલ્સ તથા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઊંડી તપાસ કરવામાં આવશે. એક જવાબદાર પદ પર હોવા છતાં આશાસ્પદ મહિલા અધિકારીએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે પ્રશ્ન અત્યારે આખા સુરત વહીવટી તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચોપતિના અત્યાચારથી કંટાડીને પત્ની બની હત્યારી ! પતિનો કાપી નાખ્યો પ્રાઇવેટ પાર્ટ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment