સુરત : વાલીઓ ની ઊંઘ ઉડી જાય તેવો કિસ્સો ! શિક્ષકે ધોરણ 9 ની વિદ્યાર્થિની ને ફાર્મ હાઉસ પર લઈ જઈ..

આપણે જાણીએ છે કે, અનેક વાર શિક્ષકો દ્વારા વિધાર્થી અને વિદ્યાર્થીની છેડતીના બનાવો બને છે. હાલમાં જ એક એવી ઘટના બનીને કે જાણીને તમે પણ આશ્ચય પામી જશો. ખરેખર આ ઘટના એવી છે કે જાણીને તમને પણ શરમ આવશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરત શહેરનાંશિક્ષકે ધોરણ 9 ની વિદ્યાર્થિની ને ફાર્મ હાઉસ પર લઈ જઈને એવું કૃત્ય કર્યું કે જાણીને આંચકો લાગશે.

પ્રેમ પ્રકરણનાં અનેક બનાવો સામે આવતા હોય છે. હાલમાં જ સુરત શહેરનો કિસ્સો સામે આવ્યો છે. ઓલપાડ તાલુકાની વિદ્યાર્થિની ગુરુકૃપા વિદ્યાલયમાં અધોરણ 9માં અભ્યાસ કરતી હતી, આ શાળામાં શિક્ષક પપ્પુ ઉર્ફે અર્જુન ઓમપ્રકાશ ગુપ્તા એ લગ્નની લાલચ આપી મૂળદ બાલાજી ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં તેની મરજી વિરુદ્ધ મરજી વિરુદ્ધ સંબધ બાંધ્યો હતો.

વિદ્યાર્થિની પોતાના વતન ઇન્દોર ગઈ ત્યાં અપહરણની શિક્ષકે કોશિશ કરી હતી. વિદ્યાર્થિનીના પિતાને જાણ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે. પિતાએ કીમ પોલીસ મથકમાં જાણ કરતા તપાસ હાથ ધરાઇ છે. કીમ પોલીસે લંપટ શિક્ષક પપ્પુ ઉર્ફે અર્જુન ગુપ્તા વિરુદ્ધ પોક્સો એક્ટ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.

ઓમ પ્રકાશ ગુપ્તા ઇન્દોર પહોંચી તેનું અપહરણ કરવાની કોશિશ કરી હતી. દરમિયાન પિતાએ પુત્રીની પૂછપરછ કરી હતી. જેથી વિદ્યાર્થિનીએ સમગ્ર હકિકત જણાવતા પિતાએ કિમ પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આરોપી શિક્ષકની સગાઈ થઈ ગઇ હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો;છૂટક મજૂરી કરતા પિતાની દીકરી મેળવી અનોખી સિદ્ધિ! જીવનમાં અનેક દુઃખ વેઠીને આજે આટલું મોટું પદ મેળવ્યું…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment