બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પરના અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા માત્ર 18 દિવસમાં 6 હિન્દુઓની કરપીણ હત્યા કરવામાં આવી છે, જેમાં લેટેસ્ટ ભોગ નારસિંગડી જિલ્લાના શાંત પ્રકૃતિના વેપારી મણિ ચક્રવર્તી બન્યા છે. તેમની દુકાનમાં ઘૂસીને અજાણ્યા હુમલાખોરોએ તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે.
થોડા દિવસ પહેલા જ એક હિન્દુ ઉદ્યોગપતિને જીવતા સળગાવવાની ઘટના બાદ આ નવી હત્યાએ સમગ્ર બાંગ્લાદેશના હિન્દુ સમુદાયને ભયભીત કરી દીધો છે.
ભારત સરકારે પણ આ વધતી હિંસા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે બાંગ્લાદેશની વચગાળાની સરકાર આ સ્થિતિ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી હોય તેમ જણાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો