રાજકોટ ની દુખદ ઘટના ! રખડતા પશુ એ વેપારી ને મોત ને ઘાટ ઉતાર્યો…જુઓ સમગ્ર ઘટના

હજી કાલે જ અમદાવાદ માંથી એક ઘટના સામે આવી હતી જ્યાં એક પટેલ યુવકને રખડતા ઢોરે શિકાર બનાવ્યો હતો, આ ઘટના થયા બાદ AMC એ કડક પગલા લીધા હતા અને આ ઢોરના માલિક વિરુધ ફરિયાદ નોંધી હતી. હવે પાછી આવી જ એક ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી છે જ્યાં એક રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લઈને લગભગ 3 મીનીટ સુધી પીખ્યો હતો, જેના લીધે આ વૃદ્ધ વ્યક્તિને ખુબ ગંભીર ઈજા થતા તેનું કરુણ મૃત્યુ થયું હતું.

હાલ હવે ચુંટણીને ફક્ત ગણતરીના દિવસો રહી ગયા છે, એવામાં હાયકોર્ટની રાજ્ય સરકારને ટકોર બાદ તંત્ર ઢોર પકડવાની વાતને લઈને એક્શન મોડમાં આવ્યું હતું પરંતુ આ કાર્ય ફરી મંદ ગતી પકડી લેતા રખડતા ઢોરોનો ત્રાસ રાજ્યમાંધીરે ધીરે ફરી વધી રહ્યો છે. જણાવી દઈએ કે 8 નવેમ્બરના રોજ સવારે 7.45 કલાકે રાજકોટના ગોપાલ ચોક નજીક આવેલ સ્કાય કિડ્સ સ્કુલની સામે આ પૂરી ઘટના બની હતી જેનો હાલ સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઇ રહ્યો છે.

આ સ્કુલ સામેથી જ્યારે રસિકલાલ નામના વૃદ્ધ વ્યક્તિ ચાલીને જતા હતા ત્યારે એક બેફામ બનેલી ગાયે તેઓને આડા હાથે લીધા હતા અને પોતાની ઢીકે ચડાવી રસ્તા પર પાડી દીધા હતા. રસ્તા પર પાડ્યા બાદ પણ આ બેકાબુ ગાયે શીંગડા અને પોતાના પગ વડે લગભગ 3 મિનીટ સુધી રસિકલાલને પીખતી રહી જેથી તેઓના શરીરના અમુક ભાગે ખુબ ગંભીર ઈજા થતા તેઓ થોડાક જ સમયમાં મૌતને વ્હાલા થયા હતા. આ પૂરી ઘટના હાલ સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ ચુકી છે, વિડીયો સામે આવતા તંત્ર પણ એકશનમાં મોડમાં આવી ગયું છે.

મૃતક રસિકલાલના પુત્રએ હાલ આ ગાયના માલિક વિરુધ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તંત્રને એવી ચીમકી આપી હતી કે જો આ ગાયના માલિક વિરુધ ફરિયાદ નહિ થાય તો શિનવારથી તેઓ અન્નનો ત્યાગ કરીને મ્યુની.કમિશનર ઓફીસ સામે ધરણા પર બેસીને વિરોધ કરશે. હાલ તો પોલીસે આ રેધોયાર ગાયના માલિક વિરુધ IPC કલમ 289 અને જી.પી એક્ટ કલમ 90(એ) ના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં રેહતા લોકોએ પણ તંત્ર વિરુધ રોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો:ચમત્કાર કે ડોક્ટર ની મહેનત ! 630 ગ્રામ વજન વાળા જન્મેલા શિશું નો જીવ આવી રીતે બચી ગયો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment