અમેરિકાના શૌમબર્ગમાં 28 વર્ષીય અભિજીત પટેલે પોતાના 67 વર્ષીય પિતા અનુપમ પટેલની સ્લેજહેમરથી ક્રૂર હત્યા કરી હતી. 29 નવેમ્બરે થયેલી આ ઘટનામાં પિતાને માથામાં ઓછામાં ઓછા બે વખત હથોડીથી માર મારવામાં આવ્યા હતા, જેથી તેમની ખોપરી તૂટી ગઈ હતી અને નાક ભાંગી ગયું હતું. પિતા અનુપમ પટેલ ડાયાબિટીક હતા
અને તેમનો ગ્લુકોઝ મોનિટર પત્નીના ફોન સાથે જોડાયેલો હતો. રોજ સવારે 8 વાગ્યે તે તેમની બ્લડ સુગર લેવલ વિશે ફોન કરતા હતા, પરંતુ જ્યારે તે દિવસે ફોન ન આવ્યો અને સંપર્ક પણ ન થયો ત્યારે પત્ની ઘરે આવી અને પતિને લોહીલુહાણ અને બેભાન જોયા.
આ ઘટના સમયે અભિજીત સામે પિતાનો પ્રોટેક્શન ઓર્ડર હતો જે તેને કોઈપણ પ્રકારનો સંપર્ક કરવાથી અટકાવતો હતો. મંગળવારે કૂક કાઉન્ટી કોર્ટમાં અભિજીત પટેલે ફર્સ્ટ ડિગ્રી મર્ડરના આરોપમાં ગુનો કબૂલ્યો નથી. જો દોષિત જાહેર થાય તો તેને 20 થી 60 વર્ષની જેલની સજા થઈ શકે છે
આ પણ વાંચો:વિદેશમાં નોકરી શોધવા ગયેલી બે બહેનપણીઓના કમકમાટી ભર્યા મૌત ! આખી ઘટના જાણી હૈયું કંપી ઉઠશે….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો