વિદેશમાં નોકરી શોધવા ગયેલી બે બહેનપણીઓના કમકમાટી ભર્યા મૌત ! આખી ઘટના જાણી હૈયું કંપી ઉઠશે….

અમેરિકાના કેલિફોર્નિયામાં સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં બે ભારતીય યુવતીઓના કરુણ મોત નિપજ્યા છે. બાળપણની ગાઢ બહેનપણીઓ એવી આ બંને યુવતીઓ હજુ થોડા સમય પહેલા જ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને સારા ભવિષ્ય અને નોકરીની શોધમાં કેલિફોર્નિયા ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર,મેઘના અને ભાવના અને તેના આઠ મિત્રો બે અલગ-અલગ કારમાં કેલિફોર્નિયાની ટૂર પર ગયા હતા.મેઘના અને ભાવનાને બે અન્ય વિદ્યાર્થીઓ સાથે લઈ જતી કાર એક તીવ્ર વળાંક પાર કરવામાં નિષ્ફળ ગઈ, રસ્તા પરથી પલટી ગઈ અને ખીણમાં ખાબકી ગઈ. તેલંગાણાના બે વિદ્યાર્થીઓનું તાત્કાલિક મૃત્યુ થયું,આ દુઃખદ સમાચાર તેલંગાણામાં તેમના વતન પહોંચતા જ પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે.

આશાસ્પદ દીકરીઓના અકાળે અવસાનથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ સ્થાનિક સત્તાવાળાઓ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરી રહ્યા છે અને મૃતદેહોને ભારત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:10 વર્ષની બાધા બાદ જન્મ્યો યુવક ! છતાં પણ દૂષિત પાણીના કારણે મૌત, ઘટના જાણી રડી જશો….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment