મુંબઈના ભાંડુપમાં સ્ટેશન રોડ પર સોમવાર મોડીરાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) ની બસ અનેક રાહદારીઓને કચડી નાખતા 3 મહિલા સહિત 4 લોકોના મોત થયા છે અને 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે અકસ્માત રાત્રે 9:35 વાગ્યે થયો હતો. શરૂઆતી માહિતી મુજબ, BEST બસ રિવર્સ લેતી વખતે બેકાબૂ થઈ ગઈ અને રસ્તા પર હાજર રાહદારીઓને કચડી નાખ્યા.
બસ એક વીજળીના થાંભલા સાથે પણ અથડાઈ હતી, જેના કારણે તે પડી ગયો હતો. આનાથી ઘટનાસ્થળે ભારે નાસભાગ મચી ગઈ હતી. અકસ્માત બાદ બસ ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ઘટના બાદ એમ્બ્યુલન્સ, મુંબઈ ફાયર બ્રિગેડ અને BESTની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પીડિતોને તાત્કાલિક રાજવાડી અને એમ.ટી. અગ્રવાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
મૃત્યુઆંક વધવાની આશંકા છે. DCP હેમરાજ સિંહ રાજપૂતે જણાવ્યું કે બસ ચાલક વિરુદ્ધ FIR નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. બસની મિકેનિકલ અને ટેકનિકલ તપાસ કરવામાં આવશે. તપાસ પૂરી થયા પછી જ અકસ્માતનું અસલી કારણ સ્પષ્ટ થઈ શકશે. અકસ્માતમાં સામેલ મધ્યમ કદની બસ વેટ લીઝ મોડલ પર ઓલેક્ટ્રા ગ્રીનટેક પાસેથી લેવામાં આવી હતી. શરૂઆતી માહિતી મુજબ,
અકસ્માત સમયે BESTનો જ ચાલક બસ ચલાવી રહ્યો હતો. એક સિનિયર સિવિક અધિકારીએ જણાવ્યું કે આ વર્ષની શરૂઆતમાં ભાંડુપ સ્ટેશનથી સંજય ગાંધી નેશનલ પાર્ક સુધીના રસ્તાઓ પરથી મિની બસો હટાવી લેવામાં આવી હતી અને બદલે મિડી બસો શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:હનીમૂનથી અધવચ્ચે પાછા આવ્યા દંપત્તિ અને કર્યો આપઘાત ! લગ્ન જીવનના સુખ પહેલા જ…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો