ધોરણ 10માં ભણતો સમીર સિંહ તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો.તેના પિતા ખેતી ઉપરાંત સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે. સમીર પોતાનું કામ પતાવી રામુ અને બીજા મિત્રો સાથે ઊભો રહીને વાત કરતો હતો ત્યારે થોડાક લોકો આવીને રામુ સાથે દલીલ કરવા લાગ્યા ત્યારે સમીર વિવાદ ઉકેલવા વચ્ચે પડ્યો.
જેના પછી બાઇક પર પાછળ બેઠેલા યુવકે હથિયાર કાઢ્યું અને ગોળીબાર શરૂ કરી દીધો. ચાર રાઉન્ડ ગોળીબારથી સમીર છાતીમાં વાગતાં જમીન પર પડી ગયો. તેને હોસ્પિટલ લઇ જતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો. રામુ યાદવ અને અભિષેકને બેભાન અવસ્થામાં દાખલ કરવામાં આવ્યા હતા.
માતાપિતાનો એકમાત્ર સંતાન હતો સમીર અને તેનો મૃતદેહ જોઇને પિતા બેભાન થઇ ગયા હતા. પોલીસની ત્રણ ટીમો બનાવવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક શંકાસ્પદોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:હે ભગવાન ! હોસ્પિટલના વેટિગ રૂમમાં જ ગુજરાતી યુવકનું મૌત ! અચાનક છાતીમાં દુખાવો થતાં…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો