ચાલતી બસનું અચાનક ફાટ્યું ટાયર ! સામેથી આવતી કરોડની ગાડી અથડાઇ અને 9 લોકોના…

બુધવારે રાત્રે માર્ગ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તિરુચિરાપલ્લીથી ચેન્નઈ જતી રોડવેઝ બસનું સ્ટેટ હાઈવે પર ટાયર ફાટ્યું, બસ અનિયંત્રિત થઈને ડિવાઈડર પર ચઢી ગઈ અને બીજી લેનમાં આવી ગઈ હતી, જ્યાં સામેથી આવતી 2 કારને કચડી નાખી હતી.

માર્ગ દુર્ઘટનામાં બંને કારમાં સવાર 7 લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જ્યારે 2 લોકોનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસના જણાવ્યા મુજબ, મૃતકોમાં 5 પુરુષો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. 4 ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જેમાં 2 બાળકોનો પણ સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો કે મુખ્યમંત્રી રાહત કોષમાંથી દરેક મૃતકના પરિવારને 3-3 લાખ રૂપિયા આપવામાં આવે. જ્યારે ઘાયલોને 1-1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે.આ ઘટના તામિલનાડુના કડલૂર જિલ્લામાં બની હતી.

આ પણ વાંચો:ભાઈના અવસાન પછી ભાભી સાથે કર્યું અફેર ! અફેર કરી ભાભીની જ કરી હત્યા જ્યારે સચ્ચાઈ સામે આવી તો ઊડી ગયા હોશ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment