સુરત ના પરીવાર ને કાળ આંબી ગયો ! પાવાગઢ દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે વડોદરા પાસે ભયંકર અકસ્માત મા ચાર ના મોત..

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો માર્ગ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જ જઈ રહી છે, માર્ગ અકસ્માતનું વધતું પ્રમાણ જોઈને પ્રશાસને ટ્રાફિક નિયમો કડક કરવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં આક્સીમક સંજગોને લઈને ઘણા કપરા માર્ગ અકસ્માતો સર્જાય રહ્યા છે. વડોદરા શહેરમાંથી ગમખ્વાર અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના ચાર-ચાર લોકોના મૃત્યુ થતા હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો અને લોકોમાં ફફડાટ ફેલાય ગયો હતો.

શહેરના વાઘોડિયા તાલુકામાં આવેલ જરોદ નજીક આ દુઃખદ અકસ્માત સર્જાયો હતો જેમાં ઉજ્જૈન-પાવાગઢના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓને કપરો કાળ આંબી ગયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહને કાઢવા માટે JCB ની મદદ લેવી પડી હતી.આ અકસ્માતમાં 4 લોકોના મૌતનો આંકડો સામે આવ્યો છે, આ 4 મૃતકો પૈકી એક તો ફક્ત 8 વર્ષનો બાળક હતો જ્યારે બીજા 4 લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા.

મૂળ રાજસ્થાન અને સુરતમાં વસવાટ કરતો આ પરિવાર પાવાગઢ મહાકાળીના દર્શન કરીને SUV કાર મારફતે સુરત પરત ફરી રહ્યા હતા, એવામાં શહેરના જરોદ પાસે આવેલ હોટેલ વેટ નજીક આ SUV કન્ટેનર પાછળ ઘુસી ગઈ હતી જેથી કારમાં સવાર 4 લોકોના મૌતની શૈયાએ સુઈ ગયા હતા જ્યારે બીજા 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે રઘાજી કિશોરજી કલાલ(ઉ.વ.65), પુત્ર રોશન રઘાજી કલાલ(ઉ.વ.40), પ્રકાશ રામાજી ગુર્જર(ઉ.વ.35) અને રાકેશ કનૈયાલાલ ગુર્જર(ઉ.વ.8) આમ આ ચાર લોકોના મૃત્યુ થઇ હોવાનો એહવાલ દિવ્યભાસ્કરના દ્વારા સામે આવ્યો છે.

ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ સાથે NDRFની ટિમ ફક્ત ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર દોડી આવી હતી અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા હતા. અકસ્માત એટલો બધો ગંભીર હતો કે SUV કારના બોનેટનો કચુંબરો બોલી ગયો હતો, આથી રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે JCBની મદદ લેવી પડી હતી.

આ ઘટનાના ભણકારા આખા રાજ્યમાં સંભળાતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અકસ્માતને પગલે ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવાર સમક્ષ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.હાલ તો રાજ્ય સરકારે આ ઘટનામાં મૌતને ભેટેલા વ્યક્તિઓના પરિવારજનો માટે 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે અને ઈજાગરસ્તોને 50 હજારની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment