લગ્ન એ જીવનનો સૌથી યાદગાર પ્રસંગ છે. આ પ્રસંગને જગત આખું યાદ રાખે એ માટે ખૂબ જ જોરશોરથી તૈયારીઓ કરે છે. એક સમય એવો હતો કે જ્યારે સાદગીથી લગ્ન કરવામાં આવતા તો પણ સોળે કળાએ નીરખીને આવતા પરંતુ આજના સમયમાં લગ્ન પ્રસંગ માત્ર એક દેખાવળો બનીને રહી ગયો છે અને એકબીજાની અદેખાઈઓ કરીને ખાલી ખોટા ખર્ચાઓ કરે છે. એવા સમયમાં સુરત શહેરના પરિવારે એ ખૂબ જ ઉમદા વિચાર સાથે પોતાની દીકરીનાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
આપણે જાણીએ છે કે, હાલમાં સૌ કોઈ લોકો લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે અવનવા વિચારો દ્વારા ખાસ બનાવે છે. જેમાં કંકોત્રીમાં કોઈ પ્રેરણાદાયી મેસજ લખવાનો ટ્રેન્ડ હાલમાં ખૂબ જ ચાલી રહ્યો છે, ત્યારે બાબરીયા પરીવારે પણ પોતાના દીકરીની લગ્નની કંકોત્રીમાં આવો જ એક સંદેશ તો લખાવ્યો પરંતુ આ સંદેશ દરેક વ્યક્તિઓ કરતા અલગ છે. આજમાં સમયમાં લગ્ન એ ખૂબ જ ખર્ચાળ બની ગયા છે તેનું કારણ છે કે લગ્નને ધામધૂમથી ઉજવવા માટે આપણે કારણ વગરના ખર્ચાઓ કરીએ છીએ.
લગ્ન પ્રસંગમાં વ્યવહાર જાળવો પણ સગા સંબંધીઓ માટે જરૂરી છે એટલા જ માટે બાબરીયા પરિવારે આવા મોંઘવારીનાં સમયમાં દરેક વ્યક્તિઓ માટે એક ઉત્તમ નિર્ણય લઈને પોતાના દીકરીનાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેમણે પોતાની દીકરીની લગ્નની કંકોત્રી પણ આજના સમયની જેમ ડિજિટલ રાખી છે અને આ ડિજિટલ લગ્નની કંકોત્રીમાં માત્ર ચાર લીટીમાં જે સંદેશ લખ્યો છે એ લગ્નને રસપ્રદ અને ગૌરવશાળી બનાવે છે.
સુરત શહેરના રહેવાસી ચિ. હેતલના લગ્ન 25 ડીસેમ્બર 2022ના રોજ સુરત ખાતે છે અને પોતાની બહેનના લગ્નને યાદગાર બનાવવા જનકભાઈ બાબરીયાએ કાર્ડમાં નોંધ મૂકી છે જેમાં લખ્યું છે કે,: “મંડપ મૂહુર્ત અને પીઠી રસમ ઘરમેળે રાખી છે. ચાંદલા (રોકડ)/ વાસણ/વાસણ પેટે રોકડા/કવર/ગિફ્ટ સ્વીકારવાની પ્રથા બંધ છે. મામેરું /પાટ ઉઠામણ/જડ વાહવાની/ પહની પ્રથા બંધ રાખેલ છે.”
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો