માતાએ ઘરમાં લટકતી જોઈ લાશ ! 30 વર્ષની ઉમરે આ અભિનેતાનું નિધન…

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતા નવોદિત કલાકરોને શરૂઆતના સમયમાં ઘણું સ્ટ્રગલ કરવું પડે છે. પરંતુ કેટલાક કલાકારો સ્ટ્રગલ કરતાં કરતાં હિંમત હારી જાય છે અને ન ભરવાનું પગલું ભરી લે છે. તાજેતરમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એક 30 વર્ષીય કલાકારે આવું જ પગલું ભર્યું છે. જાણીતા મલયાલમ અભિનેતા અખિલ વિશ્વનાથે 30 વર્ષીની ઉંમરે આત્મહત્યા કરી લીધી છે.

મળતી માહિતી મુજબ, અખિલ વિશ્વનાથ તેના માતા-પિતા અને ભાઈ સાથે કેરળ ખાતેના નિવાસસ્થાને રહેતો હતો. 11 ડિસેમ્બર, 2025ના રોજ જ્યારે અખિલની માતા કામ પર જવા માટે તૈયાર થઈ રહી હતી. ત્યારે તેમણે પોતાના દીકરાની લાશ ઘરમાં લટકેલી જોઈ હતી. દીકરાનો લાશ જોઈને માતાને ઘેરો આઘાત લાગ્યો હતો

જોકે, હજુ સુધી અખિલ વિશ્વનાથની આત્મહત્યાનું કોઈ કારણ સામે આવ્યું નથી.અભિનેતા અખિલ વિશ્વનાથે ‘મંગંડી’ ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. આ ફિલ્મમાં અખિલ સાથે તેનો ભાઈ અરુણ પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં નોંધપાત્ર એક્ટિંગને કારણે તેઓને રાજ્ય સરકાર તરફથી ‘બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ’નો એવોર્ડ પણ મળ્યો હતો.

2019માં આવેલી ‘ચોલા’ ફિલ્મથી અખિલ વિશ્વનાથ લીડ રોલમાં જોવા મળ્યો હતો. જેમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મને કેરળ સ્ટેટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો હતો.

આ પણ વાંચો;અમેરિકાના વિઝા ન મળતા વધુ એક ભારતીય મહિલાએ ટૂંકાવ્યું જીવન ! ઘટના જાણી રૂવાટા કંપી ઉઠશે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment