નાગીન નુ મોત થતા નાગ પણ માથા પછાડી સ્યુસાઈડ કરવા લાગ્યો ! વિડીઓ જોઈ તમારા સ્વાસ પણ અધ્ધર થઈ જશે…જુઓ વિડીઓ

આ જગતમાં દરેક જીવોમાં ઈશ્વર સંવેદના, લાગણી, વિશ્વાસ અને પ્રેમ આપ્યો છે. જે રીતે માનવીના જીવનમાં સુખ દુઃખ અને જન્મ-મુત્યુ તેમજ વિરહ-મિલનની ઘડીઓ આપી છે. એવી જ વન્યજીવોમાં પણ આપી છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે, આ વીડિયોમાં જોઈ શકશો કે એક નાગીનના મુત્યુ બાદ નાગ તેના શબ પાસે જ પડ્યો રહ્યો હતો. જે રીતે આપણા સ્વજન જે કંઈ થઈ જાય કે મુત્યુ પામે તો દુઃખ વ્યકત કરીએ છીએ એવી જ રીતે આ નાગ પણ પોતાની નાગીનના મુત્યુનું દુઃખ વ્યક્ત કરતા કેમરેમાં કેદ થયેલ.

ચાલો અમે આપને જણાવીએ કે આ ઘટના ક્યાં બની છે અને નાગીનનું મુત્યુ કઇ રીતે થયું છે. આ ઘટના યુપીના બદાયુમાં બની છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, નોળિય અને નાગીન લડાઈ થઈ હતી અને નોડિયાના હુમલાથી નાગિનનું મોત થયું હતુ. આ દુઃખ નાગથી સહન ન થયું અને તેણે પણ પોતાની જાતને લોહીલૂહાણ કરી દીધી હતી.

આ નાગ નાગીન વિશે જાણવા મળ્યું છે કે, બિલસી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નાગલા ડલ્લુ  ગામની સીમમાં ખેતરમાં એક માણસની સમાધિ પાસે નાગ-નાગિનની જોડી ઘણા વર્ષોથી રહેતી હતી પરંતુ આજદિન સુધી આ દંપતીએ કોઈને કંઈ નુકસાન પહોંચાડ્યું નથી. પરંતુ છેલ્લા બે દિવસથી એક નોળિયા તેમની પાછળ પડ્યો હતો અને તેણે નાગિન પર હુમલો શરુ કર્યો હતો અને આ બનાવમાંનાગિને જીવ ગુમાવ્યો હતો.

નાગિનના મોતના થોડા સમય બાદ નાગરાજ રાફડામાંથી બહાર આવ્યાં અને નાગીને મૃત હાલતમાં જોઈને તે પણ વિયોગમાં મોતને વ્હાલું કરવા માટે પોતાની ફેણ જમીન પર પછાડવો લાગ્યો હતો.  નાગીનના મોત પર શોક મનાવી રહેલા નાગરાજને જોઈને લોકો પણ અચંબિત થયા હતા અને આ દ્રશ્ય જોવા માટે લોકોના ટોળેટોળા વળ્યાં હતા. હાલમાં આ નાગરાજ અને નાગરાણીનો કિસ્સો લોકો માટે કુતૂહલનો વિષય બન્યો છે.

આ પણ વાંચો;સુરતમાંથી સામે આવ્યો લાલબત્તી સમાન કિસ્સો ! દીવાલમાં છૂપાયેલા 6 ફૂટના કોબ્રાએ બાળકને ડંખ મારતા થયું મૌત…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment