અલથાણ વિસ્તારમાં આવેલી સ્વિમ પેલેસ સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. એક કિશોરીએ માતા સાથે થયેલા ઝઘડા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી તેનો જીવ બચી ગયો છે.
મળતી માહિતી અનુસાર, કિશોરીનો તેની માતા સાથે નાની વાતને લઈને ઝઘડો થયો હતો.
આ વાત કિશોરીને ખૂબ માઠી લાગી અને તે ગુસ્સે ભરાઈને સોસાયટીના ટેરેસ પર જઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવા પહોંચી ગઈ હતી. સોસાયટીના રહીશો ટેરેસ પર કિશોરીને જોઈને ગભરાઈ ગયા અને તરત તેના માતા-પિતાને જાણ કરી હતી. માતા-પિતાએ આ બાબતની જાણ ફાયર બ્રિગેડને કરી હતી.
જે બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરકર્મીઓએ પહેલા એપાર્ટમેન્ટની નીચે સુરક્ષા જાળી લગાવી અને ત્યારબાદ કિશોરી સાથે વાતચીત કરીને તેને શાંત પાડી હતી. આખરે તેમની મહેનતથી કિશોરીને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવી અને તેનો જીવ બચાવી લેવાયો.
આ પણ વાંચો:15 હજાર ફૂટ ઊંચે આકાશમાં પાઈલોટ સાથે એવી ઘટના બની કે જાણીને ધ્રુજી જશો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો