આકાશમાં જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ! ઓસ્ટ્રેલિયાના ટલી એરપોર્ટ પરથી ઉડેલા સેસના પ્લેનમાં 16 સ્કાયડાઇવર્સ 15,000 ફૂટની ઊંચાઈએ સ્ટંટ કરવા ગયા હતા. હવામાં હાથ મિલાવીને ચેઇન બનાવવાનો પ્લાન હતો. પરંતુ જ્યારે પાયલટે કૂદવાનો સંકેત આપ્યો અને પહેલો ડાઇવર દરવાજે આવ્યો, ત્યારે અણધાર્યું બન્યું.
તેનું રિઝર્વ પેરાશૂટ પ્લેનના વિંગ સાથે અથડાયું અને તરત જ ખુલી ગયું. આ આંચકાથી તે પાછળ ખેંચાયો અને તેના પગ હોરિઝોન્ટલ સ્ટેબિલાઈઝર સાથે અથડાયા. પેરાશૂટની દોરી ટેલમાં ફસાતાં તે પ્લેનની નીચે લટકી ગયો.
પાયલટને પ્લેન સંભાળવું અઘરું થઈ ગયું. બાકીના 13 ડાઇવર્સે તરત કૂદી પડ્યા. લગભગ એક મિનિટના જોખમી સમય પછી ફસાયેલા ડાઇવરે હૂક નાઇફથી દોરી કાપી અને મુક્ત થયો. સૌ સુરક્ષિત ઉતર્યા!
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો