જિલ્લામાં નશીલા પદાર્થોના કાળા વેપારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં એક પછી એક મોટા જથ્થા ઝડપાતાં પોલીસ પણ સતર્ક બની છે. તાજેતરમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વડદલા ગામ નજીક આવેલા એક ખેતરમાંથી ગાંજાની વિશાળ ખેતી ઝડપાઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મળેલી બાતમીના આધારે પોલીસે મોટી ટીમ સાથે ખેતરમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ખેતરમાં ઉછેરાયેલા 258 ગાંજાના છોડ મળી આવ્યા હતા, જે સંપૂર્ણ રીતે મોટા થઈ ચૂક્યા હતા. પોલીસે તમામ છોડ જપ્ત કરીને નાશ કર્યો હતો. આ ગાંજાનું કુલ વજન 474 કિલોગ્રામ થતું હોવાનું સામે આવ્યું છે, જેની બજાર કિંમત અંદાજે 2 કરોડ 36 લાખ 98 હજાર રૂપિયા આંકવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી નશીલા પદાર્થોની હેરાફેરી સામાન્ય બની ગઈ છે. થોડા સમય પહેલા અહીંથી પોષ ડોડાનો પણ બે વખત મોટો જથ્થો ઝડપાયો હતો અને હવે ફરી ગાંજાની ખેતી પકડાતાં જિલ્લામાં નશીલા પદાર્થોના વધતા પ્રસાર પર ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને નશીલા પદાર્થોના નેટવર્ક સુધી પહોંચવા તપાસ વધુ તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચો:દુલ્હા સામે સાળીએ 11 લાખની મૂકી શરત ! બદલામાં દુલ્હાએ એવો જવાન આપ્યો કે હસીને લોટપોટ થઈ જશો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો