હજીરા તાલુકામાંથી એક તેવી ઘટના સામે આવી છે જે માતા-પિતા માટે ચેતવણીની લાલબત્તી સમાન છે. ટેકરા ગામની તપોવન કોલોનીમાં ફક્ત ત્રણ વર્ષની ઉંમરનું નિર્દોષ બાળક ઘરમાં રમતો રમતો અચાનક નજીક આવેલી ખુલ્લી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જતાં તેનું દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને સ્તબ્ધતા ફેલાવી છે. માહિતી મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને તપાસ શરૂ કરી છે.
માહિતી મુજબ, ગઈકાલે બપોરના સમયે દિવ્યેશ રામ નિષાદ નામનો બાળકે હંમેશાની જેમ ઘરમાં રમતાં રમતાં બહાર તરફ કૂચ કરી હતી. નજીકમાં આવેલી પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવાને કારણે તે બાલક એમાં સીધો પડી ગયો હતો. થોડા સમય બાદ ઘરે બાળક ન દેખાતા પરિવારજનો ચિંતિત થઈ ચારેય તરફ શોધખોળમાં લાગી ગયા. લાંબા સમય સુધી શોધ્યા છતાં જયારે બાળક ન મળ્યો, ત્યારે તેમને ટાંકી તરફ શંકા ગઈ. ટાંકીમાં નજર નાખતા દિવ્યેશ પાણીમાં તરતો દેખાતા જ સૌ કોઈના પગ નીચેની જમીન ખસી ગઈ.
સ્થાનિક લોકોએ તરત જ બાળકને બહાર કાઢીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ત્યાં ફરજ પરના ડૉક્ટરે તપાસ કર્યા બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી નાખ્યો છે અને પરિવારમાં શોકની છાયા છવાઈ ગઈ છે.
આ પણ વાંચો:ઇંડિગો ની ફ્લાઇટમાં ઘૂસ્યું કબૂતર ! પછી જે થયું તે ક્યારેય વિચાર્યું પણ નહોય…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો