હાલ ગુજરાતભર મા આપઘાત ના બનાવો મા સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગુજરાત મા રોજ ક્યાંક ને ક્યાંક આપઘાત ના બનાવો બની રહ્યા છે. હાલ વ્યાજખોરો અને આવારા તત્ત્વો ને લીધે આપઘાત નાશ બનાવો વધી રહ્યા છે જેના કારણે કોઈ ને કોઈ વ્યક્તિ આપઘાત કરી રહ્યુ છે ત્યારે ફરી એક એવી જ ઘટના ભાવનગર શહેર ના ગારીયધાર તાલુકા મા સામે આવી હતી જેમા એક 27 વર્ષ ની યુવતી એ આપઘાત કરી જીવન ટુકાવી લીધુ હતુ.
જો ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો ગારીયધાર તાલુકાના ઠાંસા ગામ મા આ ઘટના બની હતી જેમા રામજીભાઇ કાનાભાઇ ની 27 વર્ષ ની દીકરી એ ગળાંફાસો ખાઈ જીવન ટુકાવી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો. આ ઘટના ત્યારે બનવા પામી હતી જ્યારે ગઈકાલે રાત્રી ના ઘરે બધા સુતા હતા. રવિના એ આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી.
સમગ્ર ઘટના ની જાણ ગામ મા થતા લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ઘટના અંગે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમા યુવતીના સ્યુસાઇડ નોટમાંથી જાણવા મળેલ કે, આ જ ગામના સચીન હરજીભાઇ વોરા (રહે. ઠાંસા, ગારિયાધાર)એ રવિના સાથે રીલેશન રાખી વિડીયો તથા ફોટા પાડી યુવતીના ભાઇ તથા ઘરના સભ્યોને મોકલી અવાર-નવાર યુવતી તથા તેના પરિવારને બ્લેકમેલ કરી ત્રાસ આપતો હતો..
આ ઉપરાંત ઘટના અંગે જાણવા મળેલ કે આરોપીના પરિવારને પણ યુવતીના પિતાએ સમજાવ્યા બાદ પણ આરોપીના પરિવારજનો દ્વારા લગ્નના દબાણ કરી, ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ઉલ્લેખ યુવતીના સ્યુસ્યાઇડ નોટમાંથી જાણવા મળ્યું હતું. મૃતકના પિતાએ આ બનાવની જાણ કરતા ગારીયાધાર પોલીસને કરતા આરોપીની શોધખોળ કરી ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો