ક્લાસ રૂમમાં બૉલપેન ઉછાળતા બાળકને વાગી આંખમાં ! પછી જે થયું તે ખરેખર દુખદ…

વડોદરામાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલી જી.ઈ.બી. સ્કૂલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ધોરણ 9ના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હર્ષ રાઠોડ ચાલુ ક્લાસરૂમમાં જ આંખના ભાગે પેન વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.પ્રાપ્ત માહિતી મુજબ, ગઈકાલે જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓના ચોપડા ચેક કરી રહ્યા હતા

ત્યારે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા. આગળની હરોળમાં બેઠેલા એક વિદ્યાર્થીએ અચાનક બોલપેન ઉછાળી હતી. સંજોગોવસાત, આ પેન પાછળની બેન્ચ પર બેઠેલા હર્ષ રાઠોડને સીધી આંખના ભાગે વાગી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થયા છે.ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતા શૈલેષ રાઠોડે આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે.

વિદ્યાર્થીના પિતા શૈલેષ રાઠોડએ આ મામલે જણાવ્યું હતું કે, “મારે કોઈ ફરિયાદ કરવી નથી. તે વિદ્યાર્થી પણ મારા બાળક જેવો જ છે. જોકે, સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી એ હતી

કે તેમણે હર્ષને તાત્કાલિક પ્રાથમિક સારવાર ન આપી અને અમને બોલાવ્યા. અમારા પહોંચતા પહેલા તેને સારવાર આપવાની જરૂર હતી.” પિતાએ એ પણ જણાવ્યું હતું કે સ્કૂલ પ્રશાસન દ્વારા સારવાર માટેનો કોઈ ખર્ચો આપવામાં આવ્યો નથી.

આ પણ વાંચો:અમદાવાદમાં ગટરના ઢાંકળે લીધો નિર્દોષ વ્યક્તિનો જીવ ! ઘટના જાણી ધ્રુજી ઊઠશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment