અમદાવાદમાં ગટરના ઢાંકળે લીધો નિર્દોષ વ્યક્તિનો જીવ ! ઘટના જાણી ધ્રુજી ઊઠશો…

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની ઘોર બેદરકારીએ ફરી એકવાર એક નિર્દોષ નાગરિકનો જીવ લીધો છે. શહેરના કુબેરનગર વિસ્તારમાં રસ્તા વચ્ચે ગટરનું ઢાંકણું તૂટેલું હોવાને કારણે એક એક્ટિવા ચાલક ગંભીર રીતે પટકાયો હતો, જેનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. 26 નવેમ્બરના રોજ બનેલી આ ઘટનાના રૂંવાડા ઉભા કરી દેતા CCTV ફૂટેજ સામે આવ્યા છે.

સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ ડ્રેનેજનું ઢાંકણું છેલ્લા 6 મહિનાથી તૂટેલી હાલતમાં હતું અને અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ જ સમારકામ કે બેરિકેડિંગ કરવામાં આવ્યું ન હતું. વાહનચાલકના મોત બાદ હવે AMC નું તંત્ર સફાળું જાગ્યું છે.કુબેરનગર અને નરોડા વિસ્તારને જોડતા જીવતરામ ઉધાણી માર્ગ પર 26 નવેમ્બરના રોજ આ હચમચાવી દેતી ઘટના બની હતી.

સામે આવેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક એક્ટિવા ચાલક રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે. તે દરમિયાન ગટરના તૂટેલા ચેમ્બરના ખાડામાં વ્હીલ આવતા કે સંતુલન ગુમાવતા તે જોરદાર રીતે જમીન પર પટકાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું મોત થયું હતું.

આ પણ વાંચો:અમદાવાદમાં SG હાઇવે પર થયો જોરદાર અકસ્માત ! પરિવારના એકના એક દીકરાનું મૌત અને એજ દિવસે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment