મોડાસાની સરકારી સહકારી ઇજનેરી કોલેજના એક અધ્યાપક દ્વારા ત્રણ છાત્રાઓને વોટ્સએપ પર અશ્લીલ અને બિભત્સ મેસેજ મોકલ્યાના આક્ષેપ બાદ કોલેજમાં ભારે વિરોધની પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની માહિતી બહાર આવતા જ મોટી સંખ્યામાં છાત્રો અને છાત્રાઓએ કોલેજ કેમ્પસમાં જોરદાર સૂત્રોચ્ચાર સાથે “વી વોન્ટ જસ્ટિસ”ના નારા લગાવી અધ્યાપક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.
આક્ષેપો બાદ સંબંધી અધ્યાપક કોલેજમાંથી પાછળના દરવાજેથી નીકળી જવાથી વિદ્યાર્થીઓનો રોષ વધુ ઉગ્ર બન્યો હતો. પરિસ્થિતિ વણસતી હોય, કોલેજ સત્તાધિકારીઓએ વિદ્યાર્થીઓને શાંત રાખવા પ્રયાસો હાથ ધર્યા હતા અને ઈન્ચાર્જ પ્રિન્સીપાલ જીતેન્દ્ર વાઘેરે આરોપિત અધ્યાપક સામે યોગ્ય તપાસ કરી સરકારી નિયમો મુજબ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
વિષય ગંભીર બની જતા પોલીસ બંદોબસ્ત તૈનાત કરવાનો વારો આવ્યો હતો, જેથી પરિસ્થિતિ કાબૂમાં રાખી શકાય. ઉપરાંત, ગાંધીનગરની ટેકનિકલ એજ્યુકેશન કમિશનરની કચેરીથી પણ અધિકારીઓ કોલેજમાં પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. વિદ્યાર્થીઓના દબાણ અને સતત વિરોધને પગલે મામલો હાલ પૂરતો શાંત થયો હોવાનું જણાવાયું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો