અમેરિકામાં ધોળા દિવસે થયેલા એક ચેઈન સ્નેચિંગના ચોંકાવનારા સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે, આ ઘટનામાં એક ગુજરાતી મહિલાને રોકીને તેમની સાથે વાતચીત કરવાનો ડોળ કરનારી અન્ય મહિલા તેમના ગળામાંથી સોનાની ચેઈન લઈને નાસી છૂટી હતી. નવેમ્બર 25ના રોજ સવારે 11 વાગ્યે બનેલી આ ઘટનાના વિડીયોમાં જોઈ શકાય છે
કે એક કાર ક્રોસ રોડ્સ પર આવીને ઉભી રહે છે અને તેમાંથી બુરખો પહેરીને આવેલી મહિલા ઉતરીને ફુટપાથ પર ચાલીને જઈ રહેલી ગુજરાતી મહિલાની પાછળ જાય છે. આ દરમિયાન એક ગુજરાતી યુવક ત્યાંથી નીકળે છે પરંતુ કારમાં બેઠેલો શખસ તે યુવકને રસ્તો પૂછવાના બહાને રોકી લે છે
અને તેને વાતોમાં લગાડે છે. તેની બે-પાંચ સેકન્ડમાં જ કારમાંથી ઉતરેલી મહિલા દોડીને આવે છે અને કારમાં બેસી જાય છે, તેના આવતા જ આ કારને તેનો ડ્રાઈવર દોડાવે છે અને સેકન્ડોમાં જ ગાયબ થઈ જાય છે. કારમાં આવેલા લોકો નાસી છૂટે છે ત્યારે જ જેમની ચેઈન ચોરવામાં આવી હતી તે ગુજરાતી મહિલા ચીસાચીસ કરતા દોડી આવે છે અને તેમની બૂમો સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ જાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો