વાલીઓ માટે ચેતવણીરુપ ( Warning) કિસ્સો સામે આવ્યો છે ! સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક મહીલા એ કેવી રીતે બાળકનું અપહરણ (Child Kidnapped) કર્યુ.મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, સ્મીમેર હોસ્પિટલમાં પણ બાળકના અપહરણની ઘટના બની છે.
એક મહિલા બાળકનું અપહરણ કરી ભાગી છૂટી હતી. આ સમગ્ર ઘટનાનાં દશ્યો સીસીટીવીમાં (CCTV) કેદ થયા હતા.પોલીસે તપાસના આધારે અપહરણ કરનારને બાળક સાથે શોધી કાઢેલ.આ બનાવમાં જાણવા મળ્યું હતું કે, મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢનો વતની અને કતારગામ સ્થિત રહેતી મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો.
પ્રસુતિબાદ મહિલા પહેલા માળના પીએનસી વોર્ડમાં દાખલ હતી. શનિવારે સવારે ખબર-અંતર પૂછવા માટે તેના કોઇ સગા-સબંધી આવ્યા હતા તેમની સાથે મહિલકનો ત્રણ વર્ષિય પુત્ર પણ માતા અને તાજા જન્મેલા બાળકને (Newborn baby) જોવા માટે આવ્યો હતો.આ દરમિયાન ત્રણ વર્ષિય પુત્ર અચાનક જ ગાયબ થઈ ગયો હતો. પરિવારે તાત્કાલિક જ શોધખોળ કરી હતી.ત્યારબાદ તાત્કાલિ સીસીટીવી કેમેરામાં તપાસતા માલુમ પડ્યું હતું કે અજાણી યુવતી લઈને નાસી ગઇ હોય તેવી ઘટના કેમેરામાં કેદ થઈ હતી.
આ પણ વાંચો:બકરાને માર્કેટમાં વેચવા જતાં સમયે મલીકને ભેટીને ખૂબ રડ્યો ! વિડીયો જોઈ તમારી આંખો પણ થઈ જશે ભીની…
જેને પગલે વરાછા પોલીસ (Varacha police )મથકમાં ફરિયા દાખલ કરવામાં આવી હતી.વીડિયોમાં જોવા મળ્યું હતું કે એક અજાણી મહિલા સાડીના પલ્લુમાં સંતાડી બાળકને લઈ ફરાર થઈ ગઇ હતી.સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરેલ.જેથી કલાકની ગણતરીમાંપોલીસે વરાછા વિસ્તારની રહેતી સીમા પ્રજાપતિ નામની મહિલાને ઝડપી પાડી હતી.
આ બનાવમાં જાણવા મળ્યું હતું કે, મહિલાને બાળકને ન થતા તેણે આ બાળક ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું હાલ વરાછા પોલીસે આ મહિલાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો