અમેરિકામાં નરાધમે હાઈસ્પીડે ગાડી ચલાવતા 6 ભરતીઓના લીધા મૌત ! 6 લોકોની એક સાથે ઉઠી અર્થી…

ટેક્સાસના એક કિશોરને 2023માં થયેલા અકસ્માતમાં ભારતીય મૂળના પરિવારના છ સભ્યોના મોત માટે 65 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. હાલ 19 વર્ષીય લ્યુક ગેરેટ રેસેકર, ઘટનાના સમયે 17 વર્ષનો હતો, વ્હીકલને ઊલ્ટી દિશામાં લઈ જતાં આ દુ:ખદ અકસ્માત થયો હતો. રીપોર્ટ અનુસાર, તે સમયે તે THC ના પ્રભાવ હેઠળ હતો

જેની માહિતી WKRC દ્વારા આપવામાં આવી છે. THC એ કેનાબિસ (મારિજુઆના)માં જોવા મળતો મુખ્ય સાયકોએક્ટિવ તત્વ છે જે “હાઈ” થવાની લાગણી પેદા કરે છે.આ અકસ્માત 26 ડિસેમ્બર 2023ના રોજ ટેક્સાસના ક્લેબર્નની દક્ષિણે આવેલા કાઉન્ટી રોડ 1119 નજીક યુએસ હાઇવે 67 પર બન્યો હતો. પીડિતો, જેમાં બે નાના બાળકોનો સમાવેશ થતો હતો,

ગ્લેન રોઝમાં આવેલા ફોસિલ રિમ વાઇલ્ડલાઇફ સેન્ટરની પારિવારિક સફરમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રેસેકરની શેવી સિલ્વેરાડો તેમની હોન્ડા ઓડિસી મિનિવાનને ટક્કર મારી હતી.મિનિવાનમાં સવાર સાત લોકોમાંથી છ જણા ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.જેમાં મિનિવાનના ચાલક 28 વર્ષના રુશિલ બારી, કઝિન લોકેશના પત્ની નવીના પોટાબથુલા (36 વર્ષ),

દીકરી નિશિધા પોટાબથુલા (10 વર્ષ), પુત્ર ક્રિથિક પોટાબથુલા (9 વર્ષ), સસરા નાગેશ્વરારાવ પોન્નાડા (64 વર્ષ) અને સાસુ સિતામહાલક્ષ્મી પોન્નાડા (60 વર્ષ) નું મોત થઈ ગયું હતું. આ કેસમાં 19 વર્ષના લ્યુક ગેરેટ રેસેકરને કોર્ટે 65 વર્ષની જેલની સજા ફટકારી છે. પરિવારમાંથી એકમાત્ર બચી ગયેલા લોકેશ પોટબાથુલાએ આ અકસ્માતમાં તેમની પત્ની, બે બાળકો, પિતરાઈ ભાઈ અને સાસુ-સસરાને ગુમાવ્યા હતા.

આ પણ વાંચો:વધુ એક મશહૂર અભિનેત્રી થયો કાર અકસ્માત ! મોટી મોટી ફિલ્મો અને થિયેટરમાં કરી ચૂકી છે કામ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment