કરોડો રૂપિયાને ઠોકર મારી હીરાના ઉધ્યોગપતિના દીકરાએ અપનાવ્યો એવો રસ્તો કે ચારે બાજુ થઈ રહ્યા છે વખાણ….

સુરતમાં એક 18 વર્ષનો દીકરો કરોડો રુપિયાની મિલકત જાણે ઠોકર મારીને સંયમના માર્ગે ચાલીને દિક્ષા લેવા જઇ રહ્યો છે. જાણીતા હીરા ઉદ્યોગપતિ જતીન મહેતાનો 18 વર્ષના દિકરો દિક્ષા લેવાનો છે જે કરોડો રુપિયાનો માલિક છે. તમને જાણીને નવાઈ લાગશે

કે જશને મોંઘા બ્રાન્ડેડ ચશ્મા, લેટેસ્ટ આઇફોન અને ક્રિકેટનો શોખ હતો જ સાથે જ તે ઓરીજનલ ડાયમંડના દાગીના અને લક્ઝરી ઘડિયાળો પણ પહેરતો હતો. જશ પાસે સવા લાખ રૂપિયાની કિંમતની રિયલ ડાયમંડ વોચ હતી.જશનું કેહવું છે કે , મને લક્ઝરી ઘડિયાળો અને જ્વેલરી ખૂબ જ પસંદ હતી.

પરંતુ મને વિચાર આવ્યો કે આ બધી વસ્તુઓ મારી સાથે ક્યાં સુધી રહેશે? અંતે તો બધું જ અહીં છોડીને જવાનું છે. તો જે વસ્તુઓ કાયમ મારી સાથે નથી રહેવાની, તેની માટે આટલો મોહ શા માટે રાખીએ? આ બધુ જ છોડીને તે હવે 23 તારીખે સંયમનો માર્ગ પસંદ કરવાનો છે.

આ પણ વાંચો:રાજકોટમાં પતિએ જ કરી પત્નીની કરપીણ હત્યા ! રાજકોટ કેસમાં સાળાએ જણાવી અંદરની વાત…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment