રાજકોટના જામનગર રોડ પર આવેલ નાગેશ્વર વિસ્તારમાં આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોટીલા આપાગીગા ઓટલા ખાતે સેવક તરીકે કામ કરતા લાલજીભાઈ રમેશભાઈ પઢીયારએ આજે સવારના સમયે તેમના ઘરની સામે આવેલ સમેત શિખર બિલ્ડીંગના પટાંગણમાં પોતાની પત્ની તૃષા પઢીયારને ગોળી મારી દીધા બાદ પોતે પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ તેમજ ડીસીપી ક્રાઇમ ઘટના સ્થળે દોડી ગયા હતા
જ્યાં સ્થળ પરથી પોલીસને 3 કારતુસ મળી આવ્યા હતા. આ ઘટના પાછળ મહિલાના લગ્નેત્તર સંબંધ જવાબદાર હોવા પ્રાથમિક આશંકા છે.પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે, મૃતક લાલજીભાઈના ભત્રીજા વિશાલ ગોહિલ સાથે પત્ની તૃષા પઢીયારને પ્રેમ સબંધ હતો. જેની જાણ થતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, દંપતી વચ્ચે વિતેલા દોઢ મહિનાથી ખટરાગ ચાલતો હતો, તાજેતરમાં મૃતકની પત્ની તૃષા ઘર છોડી સમેત શિખર બિલ્ડિંગમાં તેની સહેલીના ઘરે રહેવા જતી રહી હતી.
દોઢ મહિનાથી લાલજીભાઈ મનાવતા હતા, અને પરત ઘરે આવી જવા માટે કહેવામાં આવ્યું હતું, છતાં તૃષાબેન ઘરે પરત આવતી ન્હતી.આજે સવારે રોષે ભરાયેલ લાલજીભાઈ પત્ની તૃષા યોગા કરી પરત આવતા પટાંગણમાં પોતાની પરવાના વાળી રિવોલ્વરથી ફાયરિંગ કરી પત્નીને ગોળી મારી બાદમાં પોતે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનામાં લાલજીભાઇનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત નાજુક હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઘટનાને પગલે પરિજનો અને નજીકના વર્તુળના લોકો દોડી આવ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ચકચારી ઘટના બાદ DCP, ACP અને ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો છે. અને આ મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો;U.K માં રહેતા ભારતીય પંકજે કરી 24 વર્ષીય પત્નીની હત્યા ! ગાડીની ડેકીમાંથી મળી આવ્યો મૃતદેહ….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.