વડોદરામાં નશામાં ઘેલી બનેલી યુવતીએ જાહેરમાં કર્યો કાંડ ! પોલીસ કર્મીને અપશબ્દો બોલી કરી મારપીટ…..જાણો આખી ઘટના…..

સંસ્કારી નગરી ગણાતી વડોદરા શહેરમાં એક ખૂબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. ખરેખર આ બનાવ ખૂબ જ ચોંકાવનાર અને શરમ જનક છે. હાલમાં સોશિયલ મિડિયામાં આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ.

વાત જાણે એમ છે કે, યુવકો તો ઠીક પણ વડોદરાના ગોત્રી વિસ્તારમાં અકસ્માત કર્યાં બાદ નશામાં ચૂર કારચાલક યુવતીએ પોલીસ સાથે બોલાચાલી કરી. જ્યારે આ ઘટના બાદ પોલીસે યુવતીની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યાં આ યુવતીએ પોલીસકર્મી અને હોમગાર્ડ જવાન સાથે પણ ગેરવર્તણૂક કરી હતી.

ફરજ પર હાજર પોલીસકર્મીઓને બેફામ ગાળો આપીને થપ્પડો પણ ઝીંકી દીધી હતી અને મનફાવે તેવા અશબ્દો બોલ્યા હતા.
આ બનાવમાં જાણવા મળ્યું હતું કે, કારચાલક યુવતીએ રાત્રે 2 વાગ્યાની આસપાસ એક કારને ટક્કર મારી હતી.

આ બનાવ અંગે જાણ થતાં જ ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચેલ પણ યુવતી એ પોલીસ સાથે હોબાળો મચાવ્યો હતો જેથી તાત્કાલિક જ મહિલાએ પોલીસકર્મી પણ હાજર થયેલ. યુવતી એ ખરાબ વર્તન અને હાથ ચાલાકી કરીને પોલીસની ફરજમાં રૂકાવટ ઉભી હતી. તે અંગે એક અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment