લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટી ચશ્માની એક અલગ જ ફેન ફોલોઈંગ છે અને દાયકાઓથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. લાંબા સમયથી દર્શકો આ શોમાં દયાબેન એટલે કે દિશા વાકાણીને ખૂબ જ મિસ કરી રહ્યા છે. હવે ફરી એક વખત દયાબેનના ફેન્સ માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે.જોકે, વચ્ચે એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે શોમાં નવા દયાબેનની એન્ટ્રી થવા જઈ રહી છે અને હવે આ જ શોમાં સોનુનો રોલ પ્લે કરી ચૂકેલી નિધિ ભાનુશાલીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે
દયાબેનની એન્ટ્રીને લઈને. આવો જોઈએ શું કહ્યું છે નિધિએ…એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં નિધી ભાનુશાલીને પૂછવામાં આવ્યું કે શું તે દિશા વાકાણીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જોવા માંગે છે, જેના જવાબમાં નિધિએ જણાવ્યું હતું કે આ વાતનો નિર્ણય તો માત્રને માત્ર દિશા જ કરી શકે અને તેઓ જે પણ નિર્ણય લે દર્શકોએ તેમના નિર્ણયનો આદર કરવો જોઈએ.નિધિએ આગળ જણાવ્યું કે મને સાચે લાગે છે
કે આપણામાંથી કોઈ કઈ રીતે આ વાતનો નિર્ણય લઈ શકે? આ એમની લાઈફ છે, તેમની જર્ની છે અને તેમને જ એ નક્કી કરવાનો હક છે કે તેઓ શું કરવા માંગે છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં નિધી અને દિશાએ એક સાથે કામ કર્યું છે અને નિધિએ દિશા સાથેના કામ કરવાના અનુભવને લઈને કહ્યું હતું કે જો હું તેમને કહું ને કે મને તમારી એક કિડની કાઢીને આપી દો તો તેઓ આપી દેશેએટલા સારા વ્યક્તિ છે તેઓ.
વાત કરીએ નિધિની તો તેણે ઝીલ મહેતાના શો છોડ્યો બાદ સોનુનો રોલ પ્લે કર્યો હતો. 2012થી 2019 સુધી તેણે આ રોલ કર્યો હતો અને ત્યાર બાદ પલક સિધવાનીએ ફરી સોનુનો રોલ પ્લે કર્યો હતો.શોમાં દયાબેનની ગેરહાજરી દર્શકોને ખૂબ જ કઠી રહી છે અને એટલે જ થોડાક સમય પહેલાં એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે મેકર્સ શોમાં દયાબેનના રોલ માટે નવી એક્ટ્રેસને કાસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે.
જોકે, હજી સુધી દયાબેનની એન્ટ્રીની લઈને કોઈ નક્કર માહિતી મળી શકી નથી.નિધિએ આગળ એવું પણ જણાવ્યું હતું કે દર્શક તરીકે તો આપણે બધા ઈચ્છીએ કે તેઓ કમબેક કરે. પણ આપણે તેમના નિર્ણયનો રિસ્પેક્ટ કરવો પડશે. તેમણે પોતાની હાજરીથી હંમેશા લોકોને હસાવ્યા છે.
આ પણ વાંચો;અભિનેતા ધર્મેન્દ્રની હાલત વધુ ગંભીર ! આગામી 72 કલાક ખૂબ જ ભારે, જાણો તેમના સ્વાસ્થય વિષે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.