વડોદરામાં ધ્રુજાવી ડે તેવો બનાવ ! પિતાની નજરો સામે જ નવજુવાન દીકરાનું કરૂણદાયક મૌત….

ગુજરાતમાં અનેક દુઃખદ ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હાલમાં જ વડોદરા નો ધૃજાવી દે તવો બનાવ સામે ! પિતા ની નજર સામે જ જુવાનજોધ  પુત્રનું મોત થયું. આ દ્રષ્યની કલ્પના કરવી પણ અશક્ય છે.આ દુઃખદ ઘટના અંગે જાણીએ તો  વડોદરાના જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર સ્થિત બાઇક પર સવાર પિતા-પુત્રને ડમ્પર ચાલકે અડફેટે લીધેલ.

આ દુઃખદ ઘટનામાં પિતા દૂર ફેંકાયા હતા, જ્યારે ડમ્પરના ટાયર નિચે કચડાતા ઘટના સ્થળે જ પિતાની નજર સામે એકના એક પુત્રનુ કમકમાટીભર્યું મોત થયું. વિચાર કરો કે બાપ માટે આ ઘડી કેટલી દુઃખદ હશે કે પોતાની નજરે પોતાના જ વ્હાલ સોયાનું મોત જોયું.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, તલાવડી પાસેના રહેવાસી સતીષભાઇ રાઠવા 18 વર્ષના પુત્ર ક્રિષ્ણાને બાઇક ઉપર કંપનીમાં મૂકવા માટે જઇ રહ્યા હતા. મજબૂર હોટલ નજીક રસ્તામાં ગાય આવી જતા સતિષભાઇએ પોતાની મોટર સાઇકલ સ્પિડ ઓછી કરી હતી.

આ દરમિયાન પાછળથી પુરપાટ આવી રહેલા ડમ્પરે મોટર સાઇકલને અડફેટમાં લેતા પિતા-પુત્ર મોટર સાઇકલ ઉપરથી હવામાં ફંગોળાઇ ગયા હતા. જેમાં પિતા અલગ સ્થળે ફંગોળાઇ ગયા હતા. જ્યારે પુત્ર બાઇક ઉપરથી ઉછળીને ડમ્પરના તોતીંગ પૈડાં નીચે આવી જતા દુઃખદ નિધન થયેલુ.

ક્રિષ્ણા પરિવારનો એકનો એક પુત્ર હતો. તેણે ધોરણ-12 સુધીનો અભ્યાસ કર્યો હતો. ને ITI માં પ્રવેશ લેવા માટે ફોર્મ પણ ભર્યું હતું. પરંતુ, તેને પોતાની મનગમતી ટ્રેડમાં પ્રવેશ મળ્યો ન હતો. આથી તે નિરાશ થઇ ગયો હતો પણ પિતાને મદદ  કરવા માટે

દરમિયાન ક્રિષ્ણાએ પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે નોકરીની શોધખોળ શરૂ કરી હતી પરંતુ આખરે આ દુઃખદ ઘટના તેને જીવ ગુમાવ્યો. મંજુસર પોલીસે ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:7 મહીનાની બાળકી રમતા રમતા ચાવી ગઈ ગરોળી ! જ્યારે હોસ્પિટલ લઈ ગયો તો થયું એવું કે….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment