સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ચેમ્બરના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતી દિવાળીની રજાઓ ગાળવા માટે પરિવાર અને મિત્રો સાથે રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે ઉદયપુર હાઇ-વે પર તેમની સાથે એક લૂંટની ઘટના બની. તેમના પર જીવલેણ હુમલો કરીને બાઇક પર સવાર લૂંટારુઓ 3 લાખથી વધુની કિંમતની રોકડ અને જ્વેલરી લૂંટીને ફરાર થઈ ગયા.
ઉદયપુરના રિષભદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીપળી ગામ નજીક આવેલા રામદેવ મંદિર પાસે તેઓ લઘુશંકા માટે કારમાંથી નીચે ઉતર્યા ત્યારે બાઇક પર સવાર ત્રણ અજાણ્યા શખ્સો કે જેમના હાથમાં લાકડી હતી તેઓએ ઉદ્યોગપતિને ધમકાવીને ‘તમારા બધા પૈસા કાઢી આપો’ તેમ કહી લૂંટનો પ્રયાસ કર્યો. જો કે આશિષ ગુજરાતીએ તેમનો વિરોધ કર્યો, ત્યારે લૂંટારુઓએ તેમના પત્ની અને કારમાં બેઠેલા અન્ય સભ્યોને ધમકાવવાનું શરૂ કર્યું
આ પણ વાંચો;સુશાંત સિહ રાજપૂતનઆ મૌત પર બહેન સ્વેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો ! કહ્યું મારા ભાઈને 2 જણાએ માર્યો….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.