હાલમાં જ એક ખુબ જ દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેરળના તિરુવનંતપુરમમાં 26 વર્ષીય ડોક્ટરે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું. હવે કોઈપણ વ્યક્તિને વિચાર જરૂર આવે કે, ડૉક્ટર હોવા છતાં આ યુવતીએ આવું પગલું શા માટે ભર્યું હશે? ચાલો આ દુઃખદ ઘટના અંગે વિગતવાર માહિતી આપીએ કે આખરે ક્યાં કારણોસર યુવતીએ જીવન ટૂંકાવ્યું.
મીડિયા દ્વારા જાણવા મળ્યું કે, યુવતીના પ્રેમી તેના સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. યુવકને લગ્ન માટે દહેજમાં 150 ગ્રામ સોનું, 15 એકર જમીન અને એક BMW કાર જોઈતી હતી. યુવતીની માતા આ દહેજની માંગણી પુરી કરી શકે તેમ ન હોવાથી યુવતીએ જીવન ટૂંકાવી લીધું.
રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે ડૉ.શહાનાના મૃત્યુની તપાસના આદેશ આપ્યા છે. મૃતક ડૉ. શહાના સરકારી મેડિકલ કોલેજ, તિરુવનંતપુરમના સર્જરી વિભાગમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહી હતી.પોલીસે પ્રેમી વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણી અને દહેજ નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ડૉ.શહાના તેની માતા અને બે ભાઈ-બહેન સાથે રહેતી હતી. ગલ્ફ કન્ટ્રીમાં કામ કરતા તેના પિતાનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું. તે ડૉ. ઈએ રુવાઈસ સાથે રિલેશનશિપમાં હતી અને બંને લગ્ન કરવા માગતા હતા.
યુવતીએ મરતા પહેલા તેણે સુસાઈડ નોટમાં લખ્યું હતું – “દરેકને માત્ર પૈસા જોઈએ છે.” આ બાબતે આરોગ્ય મંત્રીએ કહ્યું કે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગને દહેજની માંગના આરોપો અંગે રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે. ખરેખર આ ઘટના ખુબ જ દુઃખદ છે કારણ કે આજના સમયમાં પણ દહેજ જેવી પ્રથા એ ખરેખર ચિંતાનો વિષય છે
આ પણ વાંચો:ઘી માં ભેળસેળ કરતો હતો આરોપી ! અચાનક ટૂંકાવી દીધું જીવન, કારણ જાણી થઈ જશો હેરાન…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.